VIDEO : ઘાસ જેવો આબેહૂબ દુર્લભ સાંપ તમે નહીં જોયો હોય! ઓળખવો પણ મુશ્કેલ, જુઓ તમે પણ

આ દુર્લભ સાંપ બિલકુલ લીલા રંગના ઘાસ જેવી રુંવાટી ધરાવે છે

આ સાંપની લંબાઈ એક મીટર સુધીની હોય છે તેમજ જોવામાં તે એનાકોડા જેવો દેખાય છે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
VIDEO : ઘાસ જેવો આબેહૂબ દુર્લભ સાંપ તમે નહીં જોયો હોય! ઓળખવો પણ મુશ્કેલ, જુઓ તમે પણ 1 - image
Image Social Media

તા. 6 ઓક્ટોબર 2023, શુક્રવાર 

આપણી ધરતી (earth)કેટલાય રહસ્યો (secrets) થી ભરેલી છે. અહીં એવા કેટલાક એવા જીવ-જંતુ (insects)છે જે લાખો-કરોડો વર્ષોથી રહેતા હશે, કદાચ તેના વિશે આપણે જાણતા નથી અથવા તો તેના વિશે વિસ્તૃતમાં કોઈ જાણકારી નથી. જ્યારે તેના કોઈ જાણકારી સામે આવે છે ત્યારે આપણને બહુ જ નવાઈ લાગતી હોય છે. સોશિયલ મીડિયા (Social media)પર હાલમાં જ એક સાંપનો વીડિયો (Vedio) વાયરલ થઈ રહ્યો છે. જેમા એક દુર્લભ સાંપ  (rare snake)જોવા મળી રહ્યો છે, જે બિલકુલ લીલા રંગના ઘાસ જેવી રુંવાટી ધરાવે છે. કદાચ તમે આવો સાંપ ક્યારેય નહી જોયો હોય. જો તે ઘાસમાં સંતાયેલ હોય તો તમે તેને શોધી પણ ન શકો, તે જોવામાં બિલકુલ ઘાસ જેવો લાગે છે. લોકો સવાલો કરી રહ્યા છે કે, શું આ કોઈ બીજા ગ્રહમાંથી આવ્યો છે, કારણ કે કોઈ તેને ઓળખી શકતું નથી.

ડ્રેગનની જેવો લાગતો આ સાંપ 60 સેન્ટીમીટર લાંબો છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુજરે આ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે લીલા રંગનો આ દુર્લભ સાંપ થાઈલેન્ડમાંથી મળી આવ્યો છે. તેને લીલા રંગના ઘાસ જેવી રુંવાટી છે, અને તે ડ્રેગનની જેવો લાગતો આ સાંપ 60 સેન્ટીમીટર લાંબો છે. એક સ્થાનિક શખ્સને આ સાંપ મળી આવ્યો હતો જે તેને ઉઠાવીને ઘરે લઈ ગયો હતો અને તેને માછલી ખાવા માટે આપી હતી. જો કે હવે તેને વૈજ્ઞાનિકોના હવાલે કરવામાં આવ્યો હતો કે જેથી તેના પર રિસર્ચ થઈ શકે, ત્યાર બાદ તેના વિશે વધુ માહિતી મેળવી શકાશે. 

આ કોઈ પાણીમાં રહેતો સાંપ હોઈ શકે છે..

કેટલાક એક્સપર્ટના કહેવા પ્રમાણે આ રુવાંટીવાળો અને તેનુ મોઢું ફુલે છે તેથી તે પાણીમાં રહેતો સાંપ (Water Snake)હોઈ શકે છે. તેના શરીર પર ખૂબ જ વધારે પ્રમાણમાં રુંવાટી કે શેવાળ ઉગેલી છે. તેને હોમાલોપ્સિસ બુકાટા તરીકે પણ ઓળખાય છે. તે પ્રમાણમાં ઓછો ઝેરી હોય છે તેમજ તે દક્ષિણ પુર્વ એશિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. તેની લંબાઈ એક મીટર સુધીની હોય છે. જોવામાં તે એનાકોડા (Anacoda) જેવો દેખાય છે. જ્યારે આ સાંપ શરીરને ઝટકાવે છે, તો તેની શેવાળ આપોઆપ હટી જાય છે, તે વર્ષમાં લગભગ 4 વખત આવુ કરે છે.

VIDEO : ઘાસ જેવો આબેહૂબ દુર્લભ સાંપ તમે નહીં જોયો હોય! ઓળખવો પણ મુશ્કેલ, જુઓ તમે પણ 2 - image


Google NewsGoogle News