Get The App

પોપટની લુપ્ત થતી પ્રજાતિ બચાવવાનો વનતારાનો પ્રયાસ, 41 પક્ષી બ્રાઝિલના જંગલોમાં છોડાશે

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
Spix’s Macaws


Vantara helps to Reintroduce 41 Extinct in the Wild Spix’s Macaws : સ્પિક્સ મેકૉ જે પોપટની એક પ્રજાતિ છે, તે પક્ષીને વર્ષ 2000માં જંગલોમાંથી વિલુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું. જોકે તેમને હવે વનતારામાં નવું ઘર મળ્યું છે. ગુજરાત સ્થિત વનતારાના સહયોગી ગ્રીન્સ ઝૂલૉજીકલ રેસ્ક્યુ ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC) અને પોપટના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ACTPએ સાથે મળીને આ મિશન પૂરું પાડ્યું. 

વનતારા અને ACTPના સહયોગથી પક્ષીઓને બચવાયા 

ગઈકાલે બર્લિન(જર્મની)ના બ્રિડિંગ સેંટરમાંથી 41 સ્પિક્સ મેકૉ(Spix's macaws)નું બ્રાઝિલના બહિયા સ્થિતિ રીલિઝ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વનતારા બ્રાઝિલના કેન્ટીગા બાયોમમાં વિલુપ્ત થતી જંગલી પ્રજાતિઓને ફરી વિસ્થાપિત કરવામાં કામ કરી રહી છે. વનતારા દ્વારા ACTPને પણ નિષ્ણાતોનું માર્ગદર્શન તથા અન્ય સ્ત્રોતની મદદ પણ પૂરી પાડવામાં આવે છે. આ ગ્લોબલ ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ હેઠળ અગાઉ વર્ષ 2022માં પણ માઇલ્સટોન સમાન સફળતા મળી હતી. 2022માં 20 સ્પિક્સ મેકૉને જંગલમાં ફરી છોડવામાં આવ્યા હતા, જે પછી 20 વર્ષ બાદ પહેલીવાર જંગલમાં આ પક્ષીઓએ બચ્ચાંને જન્મ આપ્યો હતો. 

પોપટની લુપ્ત થતી પ્રજાતિ બચાવવાનો વનતારાનો પ્રયાસ, 41 પક્ષી બ્રાઝિલના જંગલોમાં છોડાશે 2 - image

ચાર્ટર્ડ પ્લેનથી બ્રાઝિલ લવાયા 41 પક્ષી 

જે 41 પક્ષીઓને બ્રાઝિલ ટ્રાન્સફર કરવાના છે તેમની પસંદગી તેમના વંશાવલી તથા આરોગ્યના આધારે કરવામાં આવી છે. પક્ષીઓને ટ્રાન્સફર કરતાં પહેલા તેમને જર્મનીમાં જ 28 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા, જેથી જાણી શકાય કે તેમને કોઈ બીમારી છે કે નહીં. 28મી જાન્યુઆરીએ ચાર્ટર્ડ ફ્લાઇટથી આ પક્ષીઓને બર્લિનથી બ્રાઝિલના ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. બ્રાઝિલ આવતાં જ તમામને ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રાન્સફરની સમગ્ર પ્રક્રિયા પર વનતારાના નિષ્ણાતોની સ્પેશિયલ ટીમ સતત ધ્યાન રાખી રહી હતી તથા ACTPના પણ ત્રણ સભ્યો પણ સમીક્ષા કરી રહ્યા હતા. પક્ષીઓનું સરળતાથી ટ્રાન્સફર થાય તે માટે બોરર પોલીસ અને ફેડરલ કસ્ટમ વિભાગે અસ્થાયી ઑફિસ પણ ઊભી કરવામાં આવી હતી. 

ACTP વનતારાનો આભાર માન્યો 

ACTPના ફાઉન્ડર માર્ટીને વનતારાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું, કે 'હું ACTP તરફથી અનંત અંબાણી તથા વનતારાનો આભાર વ્યક્ત કરીએ છીએ. લુપ્તપ્રાય પક્ષીઓને બચાવવામાં આર્થિક મદદની સાથે સાથે વનતારાના નિષ્ણાતોનું માર્ગદર્શન પણ મળ્યું. અમે વનતારા સાથે મળીને વધુને વધુ લુપ્તપ્રાયઃ જીવોને બચાવવા માટે તત્પર છીએ.' 

નોંધનીય છે કે સ્પિક્સ મેકૉ નામના આ પોપટ જાણીતી હોલિવૂડ ફિલ્મ Rioમાં પણ જોવા મળ્યા હતા. આ પક્ષીને બચાવવા તથા તેમની સંખ્યા ફરીથી વધારવા માટે બ્રાઝિલ સરકારની સાથે સાથે વનતારાની GZRRC તથા ACTP જેવી ખાનગી સંસ્થાઓ પણ ખૂબ સહયોગ આપી રહી છે. 2019માં બ્રાઝિલમાં એક ખાસ રીલિઝ સેન્ટર બનાવવામાં આવ્યું જે બાદ જર્મની અને બેલ્જિયમથી 52 પક્ષીઓ અહીં લાવવામાં આવ્યા હતા. 

વનતારા ભારતમાં વન્યજીવોને બચાવવા માટે નોંધનીય પ્રયાસો કરી રહ્યું છે. જેમાં બંધક પ્રાણીઓને છોડાવવા, ગેંડાઓને સુરક્ષિત જગ્યાએ મોકલવા, એશિયાટિક સિંહની વસ્તી વધારવા પ્રયાસ કરવા તથા ભારતીય જંગલોમાં ચિત્તાઓને પાછા લાવવા જેવા પ્રયાસો સામેલ છે. 



Google NewsGoogle News