Get The App

જ્યારે અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર USS Kitty Hawk પર હુલ્લડ થયા...વાંચો સમગ્ર કહાની

Updated: Mar 16th, 2022


Google NewsGoogle News
જ્યારે અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર USS Kitty Hawk પર હુલ્લડ થયા...વાંચો સમગ્ર કહાની 1 - image


વૉશિંગ્ટન, તા. 16 માર્ચ 2022 બુધવાર

કિટી હોક ક્યારેક હિંદ-પ્રશાંતમાં અમેરિકાની સૈન્ય તાકાતનુ સૌથી મોટુ પ્રતીક હતુ. વિયેતનામથી પર્સિયન ગલ્ફ સુધી યુદ્ધના મેદાનોમાં તેણે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. સોવિયત સબમરીન સાથે અથડાયા બાદ મહાબલીની જેમ સમુદ્રમાં રહ્યુ. અમેરિકાનુ શક્તિશાળી યોદ્ધા રહેલુ વિમાનવાહક જહાજ USS Kitty Hawkનુ ચેપ્ટર પૂરુ થઈ ગયુ છે. આ રિટાયર્ડ સુપર કેરિયર પોતાની અંતિમ યાત્રા પર છે. વોશિંગ્ટનથી ટેક્સાસનુ 16,000 માઈલનુ અંતર કાપ્યા બાદ આને ત્યાં તોડવામાં આવશે અને વેચવામાં આવશે. અમેરિકા જ નહીં, સમગ્ર દુનિયા આ એરક્રાફ્ટ કેરિયરની કહાનીને યાદ કરી રહી છે જ્યારે લગભગ પચાસ વર્ષ પહેલા શિપ પર હુલ્લડ થયા હતા.

1,047 ફૂટ લાંબુ, 252 ફૂટ પહોળુ એરક્રાફ્ટ કેરિયર એટલુ વિશાળકાય છે કે પનામા નહેરથી થઈને પસાર થઈ શકતુ નથી. એવામાં આગામી મહિનામાં કિટી હોક દક્ષિણ અમેરિકી કોસ્ટલાઈનથી થઈને મેક્સિકોની ખાડીના રસ્તે પોતાની છેલ્લી મંજિલ સુધી પહોંચશે.

જ્યારે અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર USS Kitty Hawk પર હુલ્લડ થયા...વાંચો સમગ્ર કહાની 2 - image

આને 1960માં લોન્ચ કરવામાં આવ્યુ અને આનુ નામ નોર્થ કેરોલિનાના તે એરિયાના નામ પર રાખવામાં આવ્યુ હતુ જ્યાં રાઈટ બ્રધર્સે પહેલુ એરપ્લેન ઉડાવ્યુ હતુ. કિટી હોકે લગભગ 50 વર્ષ સુધી યુએસ નેવીને સેવાઓ આપી અને 2009માં નિવૃત થઈ ગયુ. કિટી હોક છેલ્લુ અમેરિકી વિમાનવાહક જહાજ હતુ જેમાં ઈંધણ તરીકે ઓઈલનો ઉપયોગ થયો હતો. બાદમાં નિમિત્જ ક્લાસના જહાજોમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ થવા લાગ્યો.

એક દિવસમાં 100 કરતા વધારે ઉડાન

વિયેતનામ યુદ્ધના સમયની તસવીર જોઈએ તો કિટી હોક સમુદ્ર પર એકછત્ર રાજ કરતા જોવા મળે છે. આ તે સમયે અમેરિકી ફોર્સની સૌથી મોટી તાકાત હતી. તે દરમિયાન એર ક્રાફ્ટ કેરિયરના પ્લેન એક દિવસમાં 100 કરતા વધારે ઉડાન ભરીને વિયેતનામના આકાશમાં ગર્જના કરતા હતા. દક્ષિણ ચીન સાગર ક્ષેત્રમાં અમેરિકી નૌસેનાના જહાજ તૈનાત કરવામાં આવ્યા હતા અને ત્યાંથી ઉત્તરી વિયેતનામ પર હુમલા કરવામાં આવી રહ્યા હતા. ડિસેમ્બર 1967થી જૂન 1968ની વચ્ચે શ્રેષ્ઠ રણ કૌશલ માટે જહાજ અને આના એર વિંગને પ્રેસિડેન્શિયલ સન્માનથી પણ નવાઝવામાં આવ્યા.

જ્યારે અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર USS Kitty Hawk પર હુલ્લડ થયા...વાંચો સમગ્ર કહાની 3 - image

જ્યારે સોવિયત સબમરીનને મારી ટક્કર

કોલ્ડ વોરના સમયે જાપાન અને સાઉથ કોરિયાની વચ્ચે સમુદ્રમાં સોવિયત સબમરીનની સાથે કિટી હોકની બિલાડી-ઉંદરની ગેમ ચાલતી હતી. 21 માર્ચ 1984એ રાતે 10 વાગી રહ્યા હતા, કે - 314 સબમરીનની હલચલ અમેરિકી જહાજને જાણ થઈ. ટક્કરથી બચવા માટે K-314ના કમાન્ડરે તાત્કાલિક ડાઈવ લગાવવાનો આદેશ આપ્યો. સેકન્ડ જ વીતી હશે અને સબમરીનને ઝટકો લાગ્યો. થોડી જ વારમાં બીજો જોરદાર ઝટકો લાગ્યો. Kitty Hawk aircraft carrier એ સબમરીનને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. 5000 ટન વાળી સોવિયત સબમરીનની ટક્કરમાં 80,000 ટન વજનની અમેરિકી કેરિયર જ ભારે પડ્યુ.


Google NewsGoogle News