એક બીમારીએ મહિલાને અપાવ્યુ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
Image: twitter
તા. 17 ઓગસ્ટ 2023, ગુરુવાર
આજકાલ યુવાનોને માત્ર જોઈને જ લાંબી દાઢી રાખવાનો શોખ હોય છે. ફિલ્મોમાં પણ હિરો દાઢી અને મુંછ સાથે જોઇને તેમના ફેન્સ પણ હવે આ શોખ કરવા લાગ્યા છે. રણવીર સિંહ, શાહિદ કપુર, અક્ષય કુમાર વગેરે સ્ટાર્સ પણ ફિલ્મો પ્રમાણે પોતાનુ લુક ચેન્ઝ કરતા હોય છે. કેટલાક લોકો અલગ-અલગ ડિઝાઈન બનાવીને લોકોનું ધ્યાન ખેંચે છે, તો કેટલાક દાઢીમાં કલર કરીને, પરંતુ આજે અમે જેની વાત કરી રહ્યાં છે તે એક મહિલા છે. જેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.
આ મહિલાનું નામ એરિન હનીકટ છે, જે અમેરિકાના મિશિગનની રહેવાસી છે. 38 વર્ષની મહિલાએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યુ છે.
એરિન હનીકટએ લગભગ 2 વર્ષમાં તેની 11.81 ઇંચ (29.9 સેમી) દાઢી વધારીને સૌથી લાંબી દાઢીનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. નવાઇની વાત એ છે કે, આ કોઇ પુરુષ નથી મહિલા છે.
આ પહેલાં અગાઉનો રેકોર્ડ 75 વર્ષીય વિવિયન વ્હીલરનો હતો, જેની દાઢી 25.5 સેમી (10.04 ઇંચ) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એરિનની દાઢી સંપૂર્ણપણે કુદરતી છે, આ માટે તે કોઈ હોર્મોન્સ અથવા સપ્લિમેન્ટ્સ નથી લઈ રહી.
મહિલાને આ કારણે વધી રહી છે દાઢી
એરિક હનીકટને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS) છે, PCOS એ એક એવી સ્થિતિ છે જે હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. આ કારણોસર, છોકરીઓમાં અનિયમિત માસિક ધર્મ, વધુ પડતા વાળનો વિકાસ, વજન વધવું સામાન્ય બની જાય છે.
એરિક હનીકટ જ્યારે 13 વર્ષની હતી ત્યારથી તેના ચહેરા પર વાળ ઉગવાના શરૂ થઇ ગયા હતી. જે જોઇને તેને દુર કરવાનો પ્રયત્ન કરતી હતી. તેણે આ વાળ નિકાળવા માટે વેક્સિંગ, શેવિંગ અને હેર રિમૂવલ પ્રોડક્ટ્સ વગેરેનો ઉપયોગ કર્યો હતો. એરિક હનીકટ અનુસાર, તે દિવસમાં ત્રણ વખત શેવ કરતી હતી.
એરિક હનીકટના જીવનમાં એક ખાસ વળાંક ત્યારે આવ્યો જ્યારે હાઈ બીપીને કારણે આંખના સ્ટ્રોકને કારણે તેણે પોતાની દૃષ્ટિ આંશિક રીતે ગુમાવી દીધી. જે બાદ હનીકટે નક્કી કર્યું કે, તે પોતાને જેવી છે તેવી સ્થિતિમાં સ્વીકારશે.