Get The App

AIની મદદથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે અમેરિકા, જાણો કેમ…

Updated: Mar 7th, 2025


Google News
Google News
AIની મદદથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે અમેરિકા, જાણો કેમ… 1 - image


America Revoke Student Visa Using AI: અમેરિકા હવે AIની મદદથી વિદ્યાર્થીઓના વિઝાને રદ કરી તેમને પોતાના દેશ મોકલવાની તૈયારી કરી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને Xની પોસ્ટ પર જે પણ ફોરેન સ્ટુડન્ટ્સ દ્વારા પેલેસ્ટિનિયન હમાસ મિલિટન્ટ્સને સપોર્ટ કરતી પોસ્ટ કરવામાં આવી હશે, તેમના વિઝા હવે રદ કરવામાં આવશે.

કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે AIનો?

અમેરિકા દ્વારા હવે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ AI અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ધરાવતા હજારો વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરશે. એના પર એક પોસ્ટ હમાસને સપોર્ટ કરતી દેખાઈ તો એને શોધી કાઢશે. એ શોધ્યા બાદ તેમના પર પગલાં લેવામાં આવશે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે, ‘ટેરરિસ્ટને સપોર્ટ કરતાં હોય એવા વિદેશી વિદ્યાર્થીઓને હવે અમેરિકા સહન નહીં કરે. અમેરિકાના કાયદાનો ભંગ કરનાર અને ટેરરિસ્ટને સપોર્ટ કરનારા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરવામાં આવી શકે છે અથવા તો તેમને મળી ગયા હોય તો એને રદ્દ કરી ડિપોર્ટ કરવામાં આવી શકે છે.’

ડોનાલ્ડ ટ્રમ્પનો હૂકમ

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાન્યુઆરીમાં એક એક્સિક્યુટીવ ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો. આ ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા હવે નોન-સિટીઝન કોલેજ સ્ટુડન્ટ અને અન્યો જે અમેરિકાન વતની નહીં હોય એવા દરેક વ્યક્તિ જેમણે પ્રો-પેલેસ્ટિનિયન સપોર્ટમાં ભાગ લીધો હતો, તેમને શોધીને તેમના ઘર ભેગા કરવામાં આવશે. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધમાં આ સપોર્ટ અને પ્રોટેસ્ટ અમેરિકામાં જોવા મળી હતી.

AIની મદદથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે અમેરિકા, જાણો કેમ… 2 - image

દરેક ડિપાર્ટમેન્ટ સાથે મળીને કામ કરશે

આ માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટ જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથે મળીને કામ કરશે. આ માટેનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા હાલમાં જ એક વિદ્યાર્થીના વિઝાને રદ્દ કરવામાં આવ્યા છે. આ માટે તેમણે કારણ આપ્યું હતું કે તે વિદ્યાર્થીએ હમાસને સપોર્ટ કર્યો હતો.

સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશને ઉઠાવ્યો વાંધો

સિવિલ રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ વિશે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે AIનો આ રીતે ઉપયોગ કરવો વાજબી નથી. તેમ જ AI કોમ્પ્લેક્સ પોલિટિકલ સ્પીચને ઓળખી નહીં શકે અને એમાં ખોટી માહિતી પૂરી પાડી શકે છે. નાગરિકના વાણી અને એક્સપ્રેશનને વ્યક્ત કરવાના હક વિશે લડતાં એક ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલી વ્યક્તિ સારાહ મેકલોઘલિને કહ્યું કે, ‘ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે મતભેદ ચાલી રહ્યો છે એવા કોમ્પ્લેક્સ વિષય પર AI સચોટ જવાબ આપી શકે એ શક્ય નથી. ફક્ત એના પર નિર્ભર નહીં રહી શકાય.’

ઓનલાઇન એક્ટિવિટીને લઈને અમેરિકા જે વાંધો ઉઠાવી રહી છે એને લઇને પણ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે અમેરિકા વિદ્યાર્થીઓ પાસેથી વાણી અને પ્રાઇવસીનો હક છીનવી રહી છે. આ માટે ઘણી ડિબેટ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો: ‘ડિસ્કોર્ડ’ જેવા ફીચર પર કામ કરી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ: યૂઝર્સ બહુ જલદી ‘કમ્યુનિટી ચેટ’નો ઉપયોગ કરી શકશે

હમાસને જાહેર કર્યું ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન

વોશિંગટન દ્વારા હમાસને ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા 2023ની સાતમી ઓક્ટોબરે અટેક કરવામાં આવ્યો હતો જેમાં 1200 લોકોના મૃત્યુ થયા હતા. એમાં પણ 250 વ્યક્તિને તેમણે હોસ્ટેજ બનાવ્યા હતા. એનો વળતો જવાબ આપતાં ઇઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એમાં 48000 પેલેસ્ટિનિયન મૃત્યુ પામ્યા હતા. આ હુમલાને કારણે ત્યા રહેતાં દરેક વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Tags :
American-President-Donald-TrumpUSAAmericaStudentsVisaSocial-MediaAIArtificial-IntelligenceHamasIsrael-Palestine

Google News
Google News