યુક્રેન એ દેશ છે જ્યાં 11 વિપક્ષી દળો પર બૅન, બધા મીડિયાને સરકારીમાં ભેળવાયા, રામાસ્વામી ઝેલેન્સ્કી પર ભડક્યાં

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈશ તો યુક્રેનને આપવામાં આવતી આર્થિક મદદમાં ઘટાડો કરીશ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
યુક્રેન એ દેશ છે જ્યાં 11 વિપક્ષી દળો પર બૅન, બધા મીડિયાને સરકારીમાં ભેળવાયા, રામાસ્વામી ઝેલેન્સ્કી પર ભડક્યાં 1 - image


Vivek Ramaswamy Slams Ukraine President Zelenskyy : અમેરિકામાં આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે જેમાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતીય મૂળના વિવેક રામાસ્વામી તેના નિવેદનને લઇ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેને યુક્રેન પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, યુક્રેનમાં સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે અમેરિકા પાસેથી વધુ ભંડોળની માંગ કરવા બદલ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર નિશાન સાધ્યું છે. એક ઈન્ટરવ્યુમાં વિવેક રામાસ્વામીએ પોતાના નિવેદનનો પણ બચાવ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવશે તો યુક્રેનને આપવામાં આવતી આર્થિક મદદમાં ઘટાડો કરશે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી ટીકા 

ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ કહ્યું કે, મને તુષ્ટિકરણની સમસ્યા છે. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આપણે અમેરિકન લોકોને સત્ય કહેવું જોઈએ. ભલે પુતિન સરમુખત્યાર હોય, જે તે છે, તેનો અર્થ એ નથી કે યુક્રેન સારું છે. યુક્રેન એવો દેશ છે જ્યાં 11 વિપક્ષી પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ તમામ મીડિયાને એક સરકારી મીડિયામાં ભેળવી દેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે જ, ત્યાંના રાષ્ટ્રપતિએ એક નાઝીની પ્રશંસા કરી અને અમેરિકાને ધમકી આપી કે જો અમેરિકા તેમને વધુ ફંડ નહીં આપે તો તે યુક્રેનમાં સ્થાનિક ચૂંટણીઓ કરાવી શકશે નહીં.

વ્હાઇટ હાઉસમાં CEOની નિયુક્તિ કરવી જોઈએ 

અમેરિકાની આવનારી ચૂંટણીના રાષ્ટ્રપતિ ઉમેદવાર રામાસ્વામીએ એક વાતચીતમાં કહ્યું કે, હું દેશના યુવાનો સુધી પહોંચવા માંગુ છું. જે માટે હું 16 વર્ષ સુધીના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટેની નીતિઓ પર ધ્યાન આપીશ. ઉપરાંત તેમણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે જ્યારે વ્હાઇટ હાઉસમાં સીઇઓની નિયુક્તિ થવી જોઇએ. રામાસ્વામીએ જો બિડેન સરકારની આર્થિક નીતિઓની પણ ટીકા કરી હતી.


Google NewsGoogle News