Get The App

કમલાને હરાવવા ટ્રમ્પે હિંદુ નેતાની માગી મદદ, પહેલા પણ અનેક ડિબેટમાં કરી ચૂક્યાં છે પરાજિત

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Harris vs Trump


Harris vs Trump: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડિબેટ થવા જઈ રહી છે. જેની ટ્રમ્પે તૈયારીઓ શરુ કરી દીધી છે. સૂત્રો અનુસાર ટ્રમ્પે ડિબેટ સ્પીચમાં પોતાના પક્ષને અસરકારક બનાવવા માટે ભૂતપૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસ મહિલા અને હિંદુ-અમેરિકન નેતા તુલસી ગબાર્ડની મદદ માગી છે. 

10 સપ્ટેમ્બરે ડિબેટ કરશે

ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના નેતા કમલા હેરિસ 10 સપ્ટેમ્બરે મીડિયા સામે એકબીજા સાથે ડિબેટ કરશે. 2020ની રાષ્ટ્રપતિની રેસ પછી તુલસીએ ડેમોક્રેટિક પાર્ટી છોડી દીધી અને ટ્રમ્પના સમર્થક બની ગયા. લાંબા સમયથી તેમની ટ્રમ્પ સાથે મિત્રતા છે. 

કોણ છે તુલસી ગબાર્ડ?

તુલસી ગબાર્ડનો જન્મ અમેરિકન સેમોન વંશના યુએસ રાજ્ય હવાઈના વતની પરિવારમાં થયો હતો. તેમના પિતા કેથોલિક હતા અને તેમની માતા હિંદુ ધર્મની અનુયાયી હતા. તુલસી ગબાર્ડે પણ હિંદુ ધર્મ અપનાવ્યો છે. તે ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધોના હિમાયતી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ ડિબેટની તૈયારીમાં વ્યસ્ત

ટ્રમ્પ કમલા હેરિસ સામેની પ્રથમ પ્રમુખપદની ડિબેટને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. ટ્રમ્પ ઇચ્છે છે કે જે રીતે તેમણે પહેલી ડિબેટમાં જો બાયડેનને હરાવ્યા હતા, તેવી જ રીતે તેઓ કમલા હેરિસને ડિબેટમાં હરાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આ જ કારણ છે કે ટ્રમ્પ ડિબેટની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતા નથી. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ડેમોક્રેટ સાંસદ તુલસી ગબાર્ડ આ કામમાં ટ્રમ્પની મદદ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: ISISના આતંકીઓનો મોટો હુમલો, કાંગોમાં 16 લોકોનાં મોત, 20થી વધુનું અપહરણ કરી લેવાયું

2019માં ડિબેટમાં હેરિસને તુલસીએ પરાજય આપ્યો

ગબાર્ડે 2020 માં ડેમોક્રેટ પાર્ટી છોડી દીધી હતી અને હવે તેમને ટ્રમ્પ સમર્થક માનવામાં આવે છે. વર્ષ 2019માં તુલસી ગબાર્ડે એક ડિબેટ દરમિયાન કમલા હેરિસને ખરાબ રીતે હરાવ્યા હતા અને હેરિસને ઘણા મુદ્દાઓ પર અવાચક છોડી દીધા હતા. આથી ડોનાલ્ડ ટ્રમ્પને ડિબેટ માટે તૈયાર કરવા માટે તુલસી ગબાર્ડની પસંદગી કરવામાં આવી છે. 2020માં યુએસ રાષ્ટ્રપતિ પદના દાવેદારોમાં તુલસી ગબાર્ડ અને કમલા હેરિસનું નામ પણ હતું. આ કારણે 2019માં ડેમોક્રેટ પ્રાઇમરી ઇલેક્શન દરમિયાન બન્ને વચ્ચે ડિબેટ થઈ હતી. 

કમલાને હરાવવા ટ્રમ્પે હિંદુ નેતાની માગી મદદ, પહેલા પણ અનેક ડિબેટમાં કરી ચૂક્યાં છે પરાજિત 2 - image


Google NewsGoogle News