બાઇડેન સરકાર H1B વિઝાની પ્રક્રિયામાં કરશે ફેરફાર, જાણો શું થશે તેની અસર

નવા ફેરફાર 23મી ઓક્ટોબરે ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવશે

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
બાઇડેન સરકાર H1B વિઝાની પ્રક્રિયામાં કરશે ફેરફાર, જાણો શું થશે તેની અસર 1 - image


અમેરિકાની બાયડેન ગર્વમેન્ટે યુએસએમાં કામ કરવા માટે વિદેશી કામદારોને આપવામાં આવતા H1B વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફારો વિદેશી કર્મચારીઓ (foreign workers)ની ક્ષમતામાં સુધારો કરવા તેમજ વિદેશી વિદ્યાર્થીઓ (foreign students)ને વધુ સરળ તેમજ નોન-ઈમિગ્રન્ટ કર્ચમારીઓને વધુ સારુ કામ કરવાની પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે  કરવામાં આવ્યા છે. આ નવા ફેરફારો આગામી 23મી ઓક્ટોબરના રોજ 'યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ' (USCIS) દ્વારા 'ફેડરલ રજિસ્ટર'માં પ્રકાશિત કરવામાં આવશે.

શા માટે થઈ રહ્યા છે ફેરફાર?

મીડિયા રિપોટ્સ મુજબ હાલ H1B વિઝાની નિશ્ચિત સંખ્યા 60 હજારની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી, ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી (Department of Homeland Security)એ જણાવ્યું હતું કે સૂચિત ફેરફારોનો હેતુ યોગ્યતાની જરૂરિયાતોને સુવ્યવસ્થિત કરવા, પ્રોગ્રામની કાર્યક્ષમતામાં સુધારો કરવા, નોકરીદાતાઓ અને કર્મચારીઓને વધુ લાભો અને સુગમતા (benefits and flexibility) પ્રદાન કરવાને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યા છે. આ H1B વિઝા પ્રોગ્રામની મદદથી અમેરિકન નોકરીદાતાઓ અમેરિકન કર્મચારીઓની સુરક્ષાના ધોરણોનું પાલન કરીને, તેમની વ્યવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા અને વૈશ્વિક બજાર (global market)માં સ્પર્ધાત્મક રહેવા માટે વિદેશી કુશળ કર્મચારીઓને રાખી શકે છે.

H1B વિઝા માટેની પાત્રતા પણ સરળ બનાવવામાં આવશે 

US હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીએ જણાવ્યું કે, જો બાઇડેન-કમલા હેરિસ વહીવટીતંત્રની પ્રાથમિકતા વૈશ્વિક પ્રતિભાને આકર્ષવાની, વર્તમાન કર્મચારીઓ પરના બોજને ઘટાડવા અને ઇમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી અટકાવવાની છે. હાલની સ્થિતિ અનુસાર એક ઉમેદવાર બહુવિધ નોમિનેશન કરી શકે છે, આવી સ્થિતિમાં તેની પસંદગી થવાની શક્યતા વધી જાય છે. હવે નવા પ્રસ્તાવ હેઠળ એક વ્યક્તિ માત્ર એક જ નોમિનેશન કરી શકશે, આવી સ્થિતિમાં વધુ લોકોને તક મળશે.  આ ઉપરાંત સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જતા વિદ્યાર્થીઓ માટે H1B વિઝા માટેની પાત્રતા પણ સરળ બનાવવામાં આવી છે.


Google NewsGoogle News