અમેરિકા પાસે સૌથી વધુ 8133.46 ટન સોનું, જાણો ભારત પાસે કેટલું સોનું છે ?
India has a total of 840.76 tons of Gold : સોનું એક એવી ધાતુ જેનું સદીઓથી માનવજાતને આકર્ષણ રહયું છે. સોના માટે લડાઇ -ઝગડા અને યુદ્ધો પણ થયા છે, આ ધાતુના ભાવમાં વધારો કે ઘટાડો મીડલકલાસથી માંડીને ધનાઢ્યોને પણ અસર કરે છે. 2024માં સોનાની કિંમતમાં 20 ટકા જેટલો વધારો થયો છે. આ વધારો થવાનું સૌથી મોટું કારણ કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી માનવામાં આવે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર દુનિયામાં સૌથી વધુ સોનું અમેરિકા પાસે છે. આર્થિક પાવર ગણાતા આ દેશમાં સોનાના કુલ રિઝર્વ ભંડારનો 72.41 ટકા છે. તેની પાસે સૌથી વધુ 8133.46 ટન સોનું છે જેની વર્તમાન કિંમત 6095278.5 લાખ ડોલર છે. બીજા ક્રમે સોનાનો સૌથી વધુ ભંડાર જર્મની પાસે છે જે પોતાના રાષ્ટ્રીય રિઝર્વ ભંડારનો 71.46 ટકા છે. જર્મની પાસે કુલ 3351.53 ટન સોનું છે જેની કિંમત 2511661.3 લાખ ડોલર છે.
સોનાનો સૌથી વધુ ભંડાર ધરાવતા દેશમાં ઇટાલી ત્રીજા સ્થાને છે. ઇટાલી પાસે પોતાના સોનાના કુલ ભંડારનાં 68.33 ટકા હિસ્સો છે. સોનાનું વજન 2451.84 ટન છે જેની કિંમત 1837425.2 લાખ ડોલર છે. ફ્રાંસ સોનાનો ભંડાર ધરાવતો યુરોપનો ત્રીજો અને વિશ્વનો ચોથો દેશ છે.
ફ્રાંસ પાસે 2436.97 ટન સોનુ છે જેની બજાર કિંમત 1826283.5 લાખ ટન ડોલર છે. વિશ્વમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતા ટોચના દેશ રશિયા પાસે 2335.85 ટન સોનુ છે તેનું કુલ મૂલ્ય 1750505.9 લાખ કરોડ ડોલર છે જે રશિયાનો આ જથ્થો તેના ભંડારનો માત્ર 29.47 ટકા જ છે.
ચીન પાસે કુલ રિઝર્વનો માત્ર 4.91 ટકા જ સોનું છે. તેની પાસે કુલ 2264.ટન સોનાનો ભંડાર છે જેની કિંમત 1696895.2 લાખ કરોડ ડોલર છે. જાપાન પાસે કુલ 845 ટન સોનું છે તેની કિંમત 633978.7 લાખ ડોલર થાય છે.
ભારત પાસે સોનાનો ભંડાર 840.76 ટન છે જેની કિંમત 630072 લાખ ડોલર થાય છે. ભારતનું આ સોનું રાષ્ટ્રીય ભંડારનો 9.57 ટકા છે. નેધરલેંડ પાસે પોતાના કુલ સોના ભંડારનો 61.61 ટકા જેનું વજન 612.45 ટન થાય છે જેની કિંમત 458977.5 લાખ ડોલર થાય છે.