‘કઇંક મોટું થવાનું છે, જલદી નીકળો ત્યાંથી...’, અમેરિકા સહિત અનેક દેશોએ નાગરિકોને કર્યા એલર્ટ
Israel Hezbollah War: ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાહના આતંકવાદી ઠેકાણા પર સતત હુમલા કરાઈ રહ્યા છે. તેમના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ઈઝરાયલ સતત એર સ્ટ્રાઈક કરી રહ્યું છે. હિઝબુલ્લાહ પર થઈ રહેલા હુમલાને લઈને અમેરિકા, ફ્રાન્સ, કેનેડા અને બ્રિટનની સરકાર દ્વારા તેમના નાગરિકોને ફરી પોતાના દેશ આવી જવા કહ્યું છે. તેમને સૂચના આપવામાં આવી છે કે, તમામ નાગરિકો શક્ય હોય એટલું ઝડપથી લેબેનોન છોડી દે.
અમેરિકાએ તેમના નાગરિકોને કહ્યું છે કે જ્યાં સુધી ફ્લાઇટ ચાલુ છે ત્યાં સુધી લેબેનોન છોડી દો કારણ કે થોડા જ દિવસમાં ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. થોડા દિવસ પહેલાં જ લેબેનોન પર એરસ્ટ્રાઇક દ્વારા ઇઝરાયલે હિઝબુલ્લાહના ટોચના કમાંડર અહમદ વાહબીની સાથે ઘણાં લોકોને મૃત્યુના દ્વારા પહોંચાડી દીધા હતા. બેરૂતમાં ઇઝરાયલના અટેક દ્વારા મૃત્યુ થયેલાં લોકોની સંખ્યા 37 થઈ ગઈ છે.
અટેક માટે પરવાનગી
થોડા દિવસ પહેલાં જ ઇઝરાયલની પ્રાઇમ મિનિસ્ટર બેંજામિન નેતન્યાહૂએ યુદ્ધ માટેની મીટિંગમાં કહ્યું હતું કે હમાસ બાદ હવે હિઝબુલ્લાહ સાથે સીધી ટક્કર લેવાનો સમય આવી ગયો છે. લેબેનોનમાં અને ઇઝરાયલની બોર્ડર નજીક હુમલાનું પ્રમાણ વધારવાની પ્રાઇમ મિનિસ્ટરે પરવાનગી આપી છે. ત્યાર બાદ હિઝબુલ્લાહ પર એક પછી એક ઘણાં અટેક થઈ રહ્યાં છે. પેજર અને વોકી-ટોકી અટેકમાં હિઝબુલ્લાહના ઘણાં કમાન્ડર મૃત્યુ પામ્યા છે. તેમ જ 4000ની આસપાસ ઘાયલ છે.
હિઝબુલ્લાહનો વળતો હુમલો
બીજી તરફ હિઝબુલ્લાહ પર ઇઝરાયલ પણ કાઉન્ટર અટેક કરી રહ્યું છે. રવિવારે ઇઝરાયલના મીડિયાના રિપોર્ટ મુજબ હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલના ઉત્તર વિસ્તારમાં 40થી વધુ રોકેટ લોન્ચ કર્યા હતા. જોકે આ રોકેટ લોન્ચ કરવા છતાં કોઈ જાનહાની નથી થઈ. મોટાભાગના અટેકને શિન બેટ અને ઇઝરાયલની એર ડિફેન્સ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. થોડા રોકેટ એવી જગ્યાએ પડ્યા હતા જ્યાં કોઈ રહેતું નહોતું.
આ પણ વાંચો: ઇઝરાયલે હિઝબુલ્લાહના 100 રોકેટ લોન્ચર ખતમ કરતાં સ્થિતિ વિસ્ફોટક
લેબેનોન માટે રેડ એલર્ટ
બેહનોનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચેની ટક્કરને લઈને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અન્ય દેશો પણ ચિંતામાં છે. શનિવારે રાતે જ અમેરિકા દ્વારા તેમના નાગરિકોને જેટલુ જલદી બને એટલું લેબેનોન છોડવા માટે કહી દેવામાં આવ્યું છે. આ માટે અમેરિકાએ ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધને કારણ જણાવ્યું છે.
અમેરિકાની જેમ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ પણ તેમના નાગરિકોને પણ લેબેનોન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. તેમ જ લેબેનોનમાં ટ્રાવેલ ન કરવા માટેની એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે લેબેનોન છોડવામાં મોડું કર્યું તો ત્યાર બાદ તેમના દૂતાવાસ દ્વારા કોઈ પણ મદદ કરવા સક્ષમ નહીં થઈ શકશે.