Get The App

અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાવા બદલ હું ટ્રમ્પને અભિનંદન નહીં આપું, જાણો પુતિને આવુ કેમ કહ્યું

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
Russian And Ukraine Reaction On Donald Trump


Russian And Ukraine Reaction On USA Presidential Election : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જોકે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની જીત સ્પષ્ટ જોવા મળી રહી છે અને તેઓ ફરી અમેરિકાના પ્રમુખ બનવાનું નિશ્ચિત થઈ ગયું છે. ભારત સહિત વિશ્વભરમાંથી ટ્રમ્પને જીતના અભિનંદન મળી રહ્યા છે. જોકે ટ્રમ્પની જીતને લઈ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) નાખુશ હોવાનું જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelensky) ખુશ થયા હોવાનું સામે આવ્યું છે.

ટ્રમ્પની નીતિ જોયા બાદ જ અભિનંદન પાઠવીશું : ક્રેમલિન

રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, ‘અમેરિકાના ફરી પ્રમુખપદે ચૂંટાવા બદલ હું ટ્રમ્પને અભિનંદન નહીં આપું. ક્રેમલિન તરફથી કહેવામાં આવ્યું છે કે, ‘અમે ટ્રમ્પની નીતિઓ જોયા બાદ જ તેમને અભિનંદન આપવાનું વિચારીશું. ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદનું મૂલ્યાંકન તેમના યોગ્ય પગલાંઓના આધારે જ કરવામાં આવશે. અમે ટ્રમ્પને તેમના કાર્યોના આધારે પારખીશું.


આ પણ વાંચો : અમેરિકામાં ટ્રમ્પની જીત, ગળાકાપ હરીફાઈ વચ્ચે કમલા હેરિસને હરાવ્યાં

અમેરિકા અમારો ‘અમિત્ર દેશ’ : દિમિત્રી

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવાએ પત્રકારોને કહ્યું કે, ‘અમે ટ્રમ્પની નીતિઓ જોયા બાદ જ તેમને અભિનંદન પાઠવવાનો નિર્ણય કરીશું. હાલ ટ્રમ્પને અભિનંદન પાઠવવાની રાષ્ટ્રપતિની યોજના અંગે મારી પાસે કોઈ માહિતી નથી, કારણ કે અમેરિકા એક ‘અમિત્ર દેશ’ છે.

ઝેલેન્સકીએ ટ્રમ્પને પાઠવ્યા અભિનંદન

ટ્રમ્પની જીત અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવવાની સાથે યુક્રેનને વધુ સમર્થન આપવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું છે કે, ‘અમે ટ્રમ્પના તે નિવેદનનું સમર્થન કરીએ છીએ, જેમાં તેમણે ‘તાકાતના દમ પર શાંતિ’ સ્થાપવાની વાત કહી હતી.

ઝેલેન્સ્કીએ એમ પણ કહ્યું કે, ‘મારી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સપ્ટેમ્બરના શાનદાર બેઠક યોજાઈ હતી. આ બેઠક મને યાદ છે, કારણ કે તે દરમિયાન અમે યુક્રેન અને અમેરિકાની રણનીતિક ભાગીદારી, જીતની યોજના અને યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણને ખતમ કરવાના ઉપાય અંગે વિસ્તારથી ચર્ચા કરી હતી.’

આ પણ વાંચો : 'ભારત-અમેરિકાની ભાગીદારીને મજબૂત કરવા ઉત્સુક છું', PM મોદીએ ટ્રમ્પને પાઠવ્યા અભિનંદન


Google NewsGoogle News