Get The App

26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી કેનેડિયન બિઝનેસમેનને ઝટકો, અમેરિકાની કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી કેનેડિયન બિઝનેસમેનને ઝટકો, અમેરિકાની કોર્ટનો મહત્ત્વનો ચુકાદો 1 - image


USA: મુંબઈ (Mumbai)માં 26/11એ થયેલા આતંકી હુમલાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આતંકી હુમાલામાં સંડોવણીના આરોપી પાકિસ્તાન મૂળના કેનેડિયન બિઝનેમનેન તહવ્વુર રાણા (Tahawwur Rana)ને અમેરિકાની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હવે અમેરિકાની કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.'

રાણાએ પોતાના ભારતના પ્રત્યાર્પણને કોર્ટમાં પડકાર્યો હતો

રાણા દ્વારા દાખલ કરાયેલી અરજી પર ચુકાદો આપતા, યુએસ કોર્ટ (USA court) ઓફ અપીલ્સના ન્યાયાધીશોની પેનલે કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાણાની હેબિયસ કોર્પસ પિટિશનની અરજીને ફગાવવાને સમર્થન આપ્યું હતું. રાણાએ તેની અરજીમાં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તેની કથિત સંડોવણી બદલ તેમના ભારતના પ્રત્યાર્પણને પડકાર્યો હતો. પેનલે જણાવ્યું હતું કે રાણાનો કથિત ગુનો યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે.

આ પણ વાંચો : કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી મોટી મુશ્કેલીમાં! રાજ્યપાલે આ મામલે કેસ ચલાવવા મંજૂરી આપી

મુંબઈમાં 2008માં આતંકી હુમલો થયો હતો 

નોંધનીય છેકે વર્ષ 2008માં પાકિસ્તાનથી બોટમાં આવેલા 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ લગભગ 60 કલાક સુધી મુંબઈને બંધક બનાવી રાખ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ 160થી વધુ લોકોની હત્યા કરી હતી. જવાબી કાર્યવાહીમાં ભારતના સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કર્યા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. જેને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. મુંબઈ આતંકી હુમલા (Mumbai Terror Attack)માં માર્યા ગયેલા લોકોમાં 26 વિદેશી નાગરિકો પણ સામેલ હતા.

આ પણ વાંચો : સંસદની સુરક્ષામાં ફરી ચૂક, દીવાલ કૂદી પરિસરમાં ઘૂસ્યો અલીગઢનો યુવક, CISFએ પકડી પાડ્યો

26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી કેનેડિયન બિઝનેસમેનને ઝટકો, અમેરિકાની કોર્ટનો મહત્ત્વનો ચુકાદો 2 - image


Google NewsGoogle News