Get The App

અમેરિકાના અબજોપતિ બિઝનેસમેનનું કમલા હેરિસને સમર્થન, પ્રમુખપદની ચૂંટણી માટે આપ્યું 50 મિલિયન ડૉલરનું દાન

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
અમેરિકાના અબજોપતિ બિઝનેસમેનનું કમલા હેરિસને સમર્થન, પ્રમુખપદની ચૂંટણી માટે આપ્યું 50 મિલિયન ડૉલરનું દાન 1 - image


Bill Gates Donates to Presidential Candidate : અમેરિકન બિઝનેસમેન બિલ ગેટ્સને આખી દુનિયા જાણે છે. ફક્ત અબજોના વ્યવયાય કે પછી કમ્પ્યુટર ક્ષેત્રે આણેલી ક્રાંતિને કારણે જ નહીં, સખાવતી કાર્યોને લીધે પણ તેઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દાયકાઓ સુધી રાજકારણથી દૂર રહ્યા પછી તાજેતરમાં બિલ ગેટ્સે એવું પગલું ભર્યું જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

પ્રમુખપદના ઉમેદવારને આપ્યું દાન

બિલ ગેટ્સે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને 50 મિલિયન ડોલરનું ગુપ્ત દાન આપ્યું છે. જાણીતા દૈનિક ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, માઈક્રોસોફ્ટના સ્થાપકે ગેટ્સે હેરિસને સીધું દાન નથી આપ્યું, તેમણે હેરિસની રાષ્ટ્રપતિ પદની દોડમાં મદદ કરતી ‘ફ્યુચર ફોરવર્ડ’ નામની બિન-લાભકારી સંસ્થાને નાણાં દાનમાં આપ્યા છે. આ સંસ્થા ‘ડાર્ક મની’ તરીકે ઓળખાય છે, કારણ કે તે તેને દાન આપનારા લોકોના નામ જાહેર કરતી નથી. જોકે, મીડિયાએ શોધી કાઢ્યું હતું કે, કમલા હેરિસને 50 મિલિયન ડોલરનું ગુપ્ત દાન આપનાર બિલ ગેટ્સ છે. 

આ પણ વાંચો : નેતન્યાહૂ બરાબરના ફસાયા, ઈઝરાયલના સૈનિકોએ યુદ્ધ લડવા મૂકી મોટી શરત, હવે શું થશે?

આ કારણસર આપ્યું મસમોટું દાન

‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં બિલ ગેટ્સે કહ્યું હતું કે, ‘હું એવા ઉમેદવારને સમર્થન આપું છું જે દેશની આરોગ્ય સંભાળ સુધારવા બાબતે, ગરીબી ઘટાડવા બાબતે અને અમેરિકા તથા સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ આબોહવા પરિવર્તન સામે લડવા માટે સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજકીય નેતાઓ સાથે મેં ઘણા વર્ષો સુધી કામ કર્યું છે, પરંતુ આ ચૂંટણી અલગ છે, કારણ કે એ અમેરિકનો અને વિશ્વભરના સંવેદનશીલ લોકો માટે અભૂતપૂર્વ મહત્ત્વ ધરાવે છે.’ 

અખબારી અહેવાલમાં આ પણ કહેવાયું છે

ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના પ્રમુખ બનશે તો શું થશે, એ બાબતે બિલ ગેટ્સે ચિંતા વ્યક્ત કરી હોવાનું પણ અખબારી અહેવાલમાં જણાવાયું છે. ઉપરાંત બિલ ગેટ્સના મિત્ર અને ન્યૂયોર્ક સિટીના ભૂતપૂર્વ મેયર માઈક બ્લૂમબર્ગે પણ કમલા હેરિસ માટે 50 મિલિયન ડોલરનું ગુપ્ત દાન આપ્યું હોવાની સંભાવના અહેવાલમાં વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : PM મોદીએ યુદ્ધ વચ્ચે ઈઝરાયલનું ટેન્શન વધાર્યું, ઈરાનના પ્રમુખ સાથે કરી મુલાકાત, ભારત આવવા આમંત્રણ આપ્યું

અબજોપતિઓનું સમર્થન મેળવવામાં ટ્રમ્પ કરતાં હેરિસ આગળ     

‘ફોર્બ્સ’ મેગેઝિનનો એક અન્ય અહેવાલ કહે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીમાં કમલા હેરિસના સમર્થનમાં વધુ ને વધુ અબજોપતિ દાતાઓ આગળ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 81 અબજોપતિઓ હેરિસનું સમર્થન કરી ચૂક્યા છે, જ્યારે કે ટ્રમ્પને સમર્થન આપનાર અબજોપતિઓની સંખ્યા 50 જ છે.


Google NewsGoogle News