અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર: ટ્રમ્પે ડ્રેગન પર લગાવ્યો 104 ટકા ટેરિફ, ચીને કહ્યું- 'અમે અંત સુધી લડીશું'
US-China Trade War: અમેરિકા અને ચીન ટેરિફને લઈને હવે આમને-સામને આવી ચૂક્યા છે. ચીન પર નવા ટેરિફ બુધવારે 104 ટકા સુધી પહોંચી જશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતા ઉત્પાદનો પર 104 ટકા સુધીનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે મંગળવારે અડધી રાત્રિથી એટલે કે 9 એપ્રિલથી લાગુ થશે. આ જાહેરાત ચીન દ્વારા અમેરિકન ઉત્પાદનો પર 34 ટકા વધારાનો ટેરિફ લગાવ્યા બાદ કરાઈ છે. ટ્રમ્પે પહેલા જ ચેતવણી આપી હતી કે, જો ચીન 8 એપ્રિલ સુધીમાં ટેરિફ નહીં હટાવે તો તેના પર 50 ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવશે.
ચીને તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેઓ અંત સુધી લડાઈ કરશે અને અમેરિકન ટેરિફ વધારા સામે કડક પગલા ભરશે. નિષ્ણાંતોનું માનવું છે કે, આ ટ્રેડ વૉરથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી શકે છે અને અમેરિકામાં વસ્તુઓના ભાવ વધી શકે છે.