ઈઝરાયેલ માટે ફરી ઢાલ બન્યુ અમેરિકન યુધ્ધ જહાજ, યમનમાંથી લોન્ચ થયેલા સંખ્યાબંધ ડ્રોન તોડી પાડ્યા

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ માટે ફરી ઢાલ બન્યુ અમેરિકન યુધ્ધ જહાજ, યમનમાંથી લોન્ચ થયેલા સંખ્યાબંધ ડ્રોન તોડી પાડ્યા 1 - image


તેલ અવીવ,તા.24.નવેમ્બર.2023

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામની કવાયત વચ્ચે પણ ઈઝરાયેલ હુમલાના ખતરાનો સામનો કરી રહ્યુ છે.મળતી વિગતો પ્રમાણે પાડોશી દેશ યમનમાંથી ઈઝરાયેલને ટાર્ગેટ બનાવીને એક પછી એક ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા.જોકે દરિયામાં તૈનાત અમેરિકન યુધ્ધ જહાજ ફરી એક વખત ઈઝરાયેલ માટે ઢાલ બન્યુ હતુ અને આ ડ્રોનને હાવમાં જ તોડી પાડ્યા હતા.

યમનમાં સક્રિય હૂતી જૂથ દ્વારા ઈઝરાયેલના બંદરોને ટાર્ગેટ કરવાની ધમકી પહેલા જ અપાઈ છે.ઉપરાંત ઈઝરાયેલ સાથે જોડાયેલા એક જહાજને પણ હૂતી જૂથના બળવાખોરોએ કબ્જે કરી લીધુ હતુ.

સાથે સાથે ઈઝરાયેલ પર આ જૂથે પોતાના હુમલા ચાલુ રાખ્યા છે.અમેરિકના સેન્ટ્રલ કમાન્ડે કહ્યુ હતુ કે ,રેડ સીમાં પેટ્રોલિંગ કરી રહેલા અમારા એક યુધ્ધ જહાજ યુએસએસ થોમસ હડનરે યમનમાં હૂતી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાંથી લોન્ચ થયેલા ડ્રોનને તોડી પાડ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન અમેરિકન યુધ્ધ જહાજને કે ક્રુ મેમ્બરોને કોઈ નુકસાન થયુ નથી.

આ પહેલા પણ ઈરાન સમર્થિત હૂતી જૂથ ઈઝરાયેલ પર હુમલા કરી ચુકયુ છે.હૂતી જૂથે તો ઈઝરાયેલના જહાજોને અને બંદરોને ટાર્ગેટ કરવાની ધમકી આપીને કાર્યવાહી પણ શુ કરી દીધી છે.જેના ભાગરુપે ઈઝરાયેલ સાથે જોડાયેલા એક માલવાહક જહાજને હૂતી જૂથ દ્વારા હાઈજેક કરવામાં આવ્યુ હતુ.

બીજી તરફ લેબેનોન અને ઈઝરાયેલી બોર્ડર પર રોજ ફાયરિંગ થઈ રહ્યુ છે અને ઈઝરાયેલ આ વિસ્તારમાં પણ તણાવનો સામનો કરી રહ્યુ છે.


Google NewsGoogle News