Israel-Hamas યુદ્ધ વચ્ચે લાલ સાગરમાં અમેરિકી જહાજ પર ડ્રોન હુમલો, જાણો પેન્ટાગોને શું કહ્યું?
હજુ સુધી હૌથી બળવાખોરોએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધની સ્થિતિ
Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન લાલ સાગરમાં અમેરિકાના એક યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આ જહાજો પર ડ્રોન વડે હુમલો કરાયો હતો. પેન્ટાગોને આ માહિતી આપી હતી.
પેન્ટાગોનનું આવ્યું નિવેદન
યમનના હૌથી બળવાખોરોએ તેના પછી તે જહાજો પર હુમલો કર્યાનો દાવો કરતાં તેને ઈઝરાયલ સાથે જોડ્યું હતું. જોકે અમેરિકી નેવીના જહાજ પર હુમલાની જવાબદારી હૌથી બળવાખોરોએ સ્વીકારી નહોતી. પેન્ટાગોને કહ્યું હતું કે અમને લાલ સાગરમાં અમેરિકી યુદ્ધજહાજ અને કોમર્શિયલ જહાજો પર હુમલાની જાણકારી મળી છે. ડ્રોન વડે આ હુમલો કરાયો હતો. જે સવારે લગભગ 10 વાગ્યે થયો હતો અને લગભગ પાંચ કલાક સુધી હુમલા કરાયા હતા.
હૌથીઓને ઈરાનનું છે સમર્થન
તમને જણાવી દઇએ કે યમનમાં ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ લાલ સાગરમાં ઈઝરાયલ તરફ અવર જવર કરતાં જહાજોને સતત નિશાન બનાવવાની શરૂઆત કરી છે. ઈઝરાયલને નિશાન બનાવીને જ આ હુમલા કરાતા હોવાનો પણ દાવો કરાયો છે. જોકે હૌથી તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી.