Get The App

બાઈડેનનું જતાં-જતાં વધુ એક 'વિનાશકારી' પગલું, યુક્રેનને ઘાતક હથિયારો સાથે 725 મિલિયન ડોલરની સહાય

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
USA Jo biden


Joe Biden Military Aid To Ukraine: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તાના અંતિમ દિવસોમાં યુક્રેનને 725 મિલિયન ડોલર અર્થાત રૂ. 6139 કરોડની મોટી સૈન્ય મદદ કરવાનો ચકચારી નિર્ણય જાહેર કરતાં જ ખળભળાટ મચ્યો છે. બાઈડેનના આ પગલાંની માનવાધિકારે પણ ટીકા કરી તેને વિનાશકારી પગલું ગણાવ્યું છે.

બાઈડેનના આ રાહત પેકેજ સાથે અમેરિકા યુક્રેનને અનેક પ્રકારના ઘાતક હથિયારો ઉપલબ્ધ કરાવી રહી છે. જેમાં અનેક ડ્રોન વિરોધી સિસ્ટમ, હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ (HIMARS) અને એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ પણ સામેલ છે.

યુક્રેન લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું...

યુક્રેન લાંબા સમયથી આ પ્રકારના હથિયારોનો ઉપયોગ રશિયા વિરૂદ્ધ 186 માઈલ સુધી કરવા માગતું હતું. પરંતુ મંજૂરી અને ફંડની અછત હતી. હવે બાઈડેનના આ પેકેજથી યુક્રેન રશિયાના હુમલાનો સામનો જ નહીં પરંતુ કીવ વિસ્તારમાં કબજો મેળવવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચોઃ દક્ષિણ આફ્રિકા ફરવા જનારાઓ માટે વિઝા પ્રક્રિયા સરળ થઈ, હવે ડિજિટલી ઓછા ડોક્યુમેન્ટ્સ પર મળશે મંજૂરી

માનવાધિકારે કરી ટીકા

અમેરિકા નવા નિર્ણય હેઠળ યુક્રેનને એન્ટી પર્સનલ લેન્ડ માઈન્સ પણ આપવા જઈ રહ્યો છે. જેની માનવાધિકારે આકરી ટીકા કરી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે બાઈડેનના આ પગલાંને વિનાશકારી જાહેર કર્યું છે. આ મિસાઈલોના ઉપયોગથી લાંબા સમય સુધી જીવ પર જોખમ ઉભુ થઈ શકે છે. એન્ટી પર્સનલ માઈન તથા એન્ટી પર્સનલ લેન્ડમાઈન એક પ્રકારની વિસ્ફોટક ટનલ છે. જેને મનુષ્યો વિરૂદ્ધ ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે.

રશિયાની સેનાને અટકાવવા લીધુ પગલું

અમેરિકાની સરકારે યુક્રેન માટે આ પગલું સ્થાયી નહીં પણ તાત્કાલિક ધોરણે લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. જેનો ઉદ્દેશ યુક્રેનના ભૌગોલિક વિસ્તારોમાં રશિયાની સેનાનો કબજો અટકાવવાનો છે. છેલ્લા ત્રણ વર્ષથી યુક્રેન અને રશિયા 620 માઈલ લાંબી સરહદ પર યુદ્ધ લડી રહ્યા છે. જેમાં હજારો લોકોના મોત નીપજ્યા છે.

બાઈડેનનું જતાં-જતાં વધુ એક 'વિનાશકારી' પગલું, યુક્રેનને ઘાતક હથિયારો સાથે 725 મિલિયન ડોલરની સહાય 2 - image


Google NewsGoogle News