લઘુમતિના ઉત્કર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુ.એસ.નું ''માર્ટિન-લ્યુથર કિંગ (જુ)'' પારિતોષિક
- ''હું ગુજરાતનાં અમદાવાદથી આવ્યો છું, અમે (જ્યુ) ગર્વ પૂર્વક કહીએ છીએ કે ભારત અમારી માતૃભૂમિ છે : નિસ્સન ડેવિડ
વોશિંગ્ટન : એસોસિયેશન ઓફ ઇન્ડિયન-અમેરિકન માઇનોરિટીઝ (એઆઈએએમ) દ્વારા નરેન્દ્ર મોદીને તેઓની અન-ઉપસ્થિતિમાં શુક્રવારે મેરીલ્ડમાં શુક્રવારે સ્લિંગો શહેરનાં સેવન્થ-ડે-એડવેન્ટિસ ચર્ચમાં લઘુમતિઓના ઉત્કર્ષ માટે ડૉ. માર્ટિન લ્યુથર કિંગ (જુ) ગ્લોબલ-પીસ-એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પારિતોષિક વૉશિંગ્ટન એડવેન્ટિસ યુનિવર્સિટી અને એ.આઈ.એ.એમ. દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડની સ્થાપના ખ્યાતનામ શિખ માનવતાવાદી જસદીપ સિંઘે કરી છે. તેઓ તેના સ્થાપક અને અધ્યક્ષ પણ છે. તેનું સંચાલન ૭ સભ્યોનું બનેલું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કરે છે. તેમાં બલજિંદરસિંઘ, સુખપાલ સિંઘ ઘાનાનો (બંને શિખ), પવન બેઝવાડા અને એલિસા યુનિવર્તી (ખ્રિસ્તી) દીપક ઠક્કર (હિન્દૂ) જુનેદ કાઝી (મુસ્લિમ) અને નિસ્સિમ રૂબેન (ભારતીય યહૂદી) ડાયરેક્ટર્સ છે.
આ સમયે ઉપસ્થિત સમુદાયને સંબોધન કરતાં એ.આઈ.એ.એમ.ના ચેરમેન જસદીપ સિંઘે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ ભારતે એક સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે. ત્યાં દરેકે દરેક નાગરિકને ધર્મ, જ્ઞાાતિ કે પંથના ભેદભાવ વિના સમાન તક અપાય છે.
આ પ્રસંગે બોલતાં યહુદી ઇન્ડીયન અમેરિકન, નિસ્સિન રૂબિને ભારતની ઐતિહાસિક સંવાદિતા અને યહુદીઓ સાથેના ભારતના પ્રાચીન સંબંધો તાજા કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યવાહીની ભારોભાર પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હું ગુજરાતનાં અમદાવાદથી આવું છું. અને અમે યહુદીઓ ગર્વપૂર્વક કહીએ છીએ કે ભારત અમારી માતૃભૂમિ છે. દુનિયાભરમાં એક માત્ર ભારત જ તેવો દેશ છે કે જ્યાં ૨૦૦૦ વર્ષના ઇતિહાસમાં યહુદી વિરોધી કાર્યવાહી થઈ નહીં હોય. આ સત્ય છે. કદાચ પશ્ચિમને તેની પૂરી માહિતી નહીં પણ હોય. હવે ધીમે ધીમે તે માહિતી મળતી જાય છે. વડાપ્રધાન મોદીએ પણ તેઓનાં વક્તવ્યોમાં ઘણીવાર ભારત ઈઝરાયલના અને ભારતીયો તથા યહુદીઓના પ્રાચીનકાળથી ચાલ્યા આવતા સંબંધોનો ઉલ્લેખ કર્યો છે.