Get The App

ટ્રમ્પના ટેરિફે અમેરિકન શેરબજારને હચમચાવી નાંખ્યું, ઈલોન મસ્કની કંપનીને પણ મોટું નુકસાન

Updated: Apr 3rd, 2025


Google News
Google News
ટ્રમ્પના ટેરિફે અમેરિકન શેરબજારને હચમચાવી નાંખ્યું, ઈલોન મસ્કની કંપનીને પણ મોટું નુકસાન 1 - image


US Stalk Market Crash: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરી ત્યારથી દુનિયાભરના શેરબજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. મોટી વાત એ છે કે જ્યારે અમેરિકા નવા ​​ટેરિફ દ્વારા પોતાની આવક વધારવાની વાત કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના શેરબજારમાં હાલના સમયે ભારે કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં યુએસ શેરબજારમાં નાસ્ડેક 4.78 ટકા ઘટ્યો છે, તેવી જ રીતે S&P 500 પણ 3.97 ટકા ઘટ્યો છે. આ ઉપરાંત ડાઉ જેન્સમાં પણ 3.57 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઈલોન મસ્કની ટેસ્લાને પણ મોટું નુકસાન

મોટી વાત એ છે કે અમેરિકામાં મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, તેમ છતાં પણ શેરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. નાઇકીની વાત કરીએ તો, તેનો શેર 11 ટકા ઘટ્યો છે, તેવી જ રીતે એપલનો શેર પણ 9 ટકા ઘટ્યો છે. આ સમયે, સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપનીઓની હાલત પણ ખરાબ છે. તેનો સ્ટોક પાંચ ટકા ઘટ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પછી ઈલોન મસ્કની ટેસ્લાના શેરમાં પણ 3.5 ટકાનો ઘટાડો થયો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ઘણા બધા ટેરિફ લાદ્યા હોવાથી ત્યાંના શેરબજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હેંગ સેંગમાં 1.54 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટમાં 0.24 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. ભારત માટે રાહતની વાત એ હતી કે શરૂઆતના નુકસાન પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો આવ્યો. બીએસઈ સેન્સેક્સ 322.08 પોઈન્ટ અથવા 0.42 ટકા ઘટીને 76,295,36 પર બંધ થયો હતો, જ્યારે 50 શેરવાળો એનએસઈ ઈન્ડેક્સ નિફ્ટી 82.25 પોઈન્ટ અથવા 0.35 ટકા ઘટીને 23,250.10 પર બંધ થયો હતો.

ટ્રમ્પે શું કહ્યું હતું?

જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હજુ પણ ખૂબ જ ઉત્સાહિત છે, આ ટેરિફની જાહેરાત કરતી વખતે પણ તેમણે અમેરિકાને મોટા સપના બતાવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, 'આમ કરવાથી આપણને આપણી નોકરીઓ પાછી મેળવીશું, આપણને આપણો ઉદ્યોગ પાછો મળશે, આપણને આપણા નાના અને મધ્યમ કદના વ્યવસાયો પાછા મળશે અને આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવીશું. હવે અમેરિકામાં નોકરીઓ પૂરજોશમાં વધશે.'

Tags :