VIDEO: જાહેર સભામાં કમલા હેરિસનું અપમાન! સેનેટરના પતિનું કેમેરા સામે શરમજનક વર્તન
US News: અમેરિકામાં સેનેટરનો શપથ ગ્રહણ સમારોહ ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં, આ મુદ્દો ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હેરિસ સાથે જોડાયેલો છે. જ્યાં એક સેનેટરના પતિએ તેની સાથે હાથ મિલાવવાનો પણ ઈનકાર કરી દીધો. આ સમગ્ર મામલે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં હેરિસને રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
શું હતી ઘટના?
હેરિસ રિપબ્લિકન પાર્ટીના સેનેટરને શપથ અપાવી રહ્યા હતાં. સેનેટરનું નામ ડેબ ફિશર છે. તે પતિ બ્રૂસ ફિશર સાથે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ડેબે અને બ્રૂસને હેરિસ પાસે ઊભા રાખવામાં આવ્યા, ત્યારે બ્રૂસ અસહજ જોવા મળ્યાં. તેના પર હેરિસે રમૂજી અંદાજમાં કહ્યું, 'ઠીક છે, ડરશો નહીં, હું કરડીશ નહીં.' શપથ અપાવ્યા બાદ કમલા હેરિસે ડેબ સાથે હાથ મિલાવ્યો હતો. જેવું હેરિસે બ્રૂસની તરફ હાથ લંબાવ્યો, તો તેણે ઈશારામાં અભિવાદન કર્યું, પરંતુ હાથ મિલાવવાનો ઈનકાર કરી દીધો.
ટ્રમ્પના જો બાઈડેન પર પ્રહાર
નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, જો બાઈડેન સત્તા હસ્તાંતરણને મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ તાજેતરના સપ્તાહમાં જળવાયુ અને અન્ય સત્તાવાર મામલે બાઈડેનના હાલના કાર્યકારી આદેશનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્ર પ્રમુખ તરીકે શપથ લેશે અને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ સત્તાવાર આવાસ અને કાર્યાલય વ્હાઈટ હાઉસમાં બાઈડેનની જગ્યા લેશે.
આ પણ વાંચોઃ 9 કલાકમાં 100થી વધુ વખત ધરા ધ્રૂજી, 126નાં મોત સાથે તિબેટનું શહેર કાટમાળમાં ફેરવાયું
ટ્રમ્પે ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને કહ્યું, 'બાઈડેન સત્તા હસ્તાંતરણને મુશ્કેલ બનાવવાનો દરેક સંભવ પ્રયાસ કરે છે. જેના માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જે પહેલાં ક્યારેય જોવા ન મળ્યા હોય. 'ગ્રીન ન્યૂ સ્કેમ' ધનના નિર્ણય અને હાસ્યાસ્પદ કાર્યકારી આદેશ તેનું ઉદાહરણ છે.' ટ્રમ્પે કહ્યું, 'ડરો નહીં, આ તમામ આદેશ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને આપણે સામાન્ય સમજ તથા તાકાતવાળો દેશ બની જઈશું.'