Get The App

અમેરિકાની સેનેટે સરહદી સલામતી યુક્રેન, ઇઝરાયેલને સહાય સહિતનું 118 અબજ ડૉલરનું વિધેયક પસાર કર્યું

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
અમેરિકાની સેનેટે સરહદી સલામતી યુક્રેન, ઇઝરાયેલને સહાય સહિતનું 118 અબજ ડૉલરનું વિધેયક પસાર કર્યું 1 - image


- આ વિધેયક કાનૂન બનતાં, દાયકાઓથી ચાલતી અમેરિકાની વસાહતી તેમજ સરહદી સલામતીમાં પણ અસામાન્ય પરિવર્તન આવી જશે

વૉશિંગ્ટન : અમેરિકાની સેનેટે રવિવારે મળેલી તેની વિશેષ બેઠકમાં ૧૧૮ અબજ ડોલરનું દ્વિ-પક્ષીય બોર્ડર સિક્યુરીટી બિલ પસાર કર્યું છે તેથી યુક્રેન, ઇઝરાયલને ભારે મોટા પ્રમાણમાં સહાય પહોંચી શકશે પરંતુ આ વિધેયક અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ (હાઉસ ઑફ રીપ્રેઝન્ટેટીવ્સ)માં પસાર થઈ શક્યું ન હતું.

પ્રમુખ જો બાયડેને તેઓના X હેન્ડલ પર જણાવ્યું હતું કે, 'હું કોંગ્રેસ (સંસદ)ના સભ્યોને આ દ્વિપક્ષીય કરારો તુર્ત જ પસાર કરવા અનુરોધ કરું છું. આ સાથે તેઓએ વિધેયકમાં દર્શાવેલ 'વસાહતી નિયમો'ની પણ સરાહના કરી હતી અને કહ્યું હતું કે, આ વિધેયક મહિનાઓની પારસ્પારિક ચર્ચા પછી તૈયાર કરવામાં આવ્યું છે.'

આમ છતાં હાઉસ ઑફ રેપ્રિઝેન્ટેટીવ્સના સ્પીકર માઇક જ્હોનસને તો આ વિધેયક રજૂ થતાં જ મૃત્યુ પામ્યું હોવાનું જણાવ્યું હતું. આ નિવેદન પણ તેઓએ તેમના 'X ' હેન્ડલ પર કર્યું હતું.

આ વિધેયકનો ડોનાલ્ડ ટ્રમ્પે જ જબરજસ્ત વિરોધ કર્યો હતો તેમ છતાં ડેમોક્રેકેટ તેમજ રીપબ્લિકન સેનેટર્સે તેને ટેકો આપ્યો હતો.

સેનેટના મેજોરીટી નેતા અક- શુમરે કહ્યું હતું કે આ અંગે હું બુધવારે પ્રારંભિક મતદાન લઈશ.

આ વિધેયક જો કાનૂન બનશે તો તેથી અમેરિકાની વસાહતી નીતિ તથા સરહદી નીતિમાં બહુ પરિવર્તનો આવશે અને દાયકાઓથી અસ્પષ્ટ રહેલી સરહદી સલામતીની નીતિ તદ્દન સ્પષ્ટ થઈ જશે.

કેટલાક પ્રગતિશીલ ડેમોક્રેટસ આ વિધેયકથી નારાજ છે તેઓ કહે છે કે, આ વિધેયક અમેરિકા અંગે 'સ્વપ્નો' સેવતા, વસાહતીઓ જેઓ બાળકો તરીકે પણ અમેરિકામાં આવીને વસ્યા હતા અને વર્ષોથી અમેરિકામાં સ્થિર થયા છે તેઓને અમેરિકાનું નાગરિકત્વ આપવા માટે આ વિધેયકમાં કોઈ જોગવાઈ જ નથી.

ઇન્ડીપેન્ડન્ટ સેનેટર ક્રીસ્ટન સીન્યાસે પત્રકારોને કહ્યું હતું કે, આ વિધેયકથી અમેરિકાની દક્ષિણની સરહદો સલામત બનશે. આ સાથે તેઓએ ડીપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીને થોડા સમય પૂરતી દક્ષિણ સરહદ બંધ કરવા અનુરોધ કર્યો હતો. કારણ કે છેલ્લા ૭ દિવસમાં ૫૦૦૦થી વધુ લોકો સરહદ ઓળંગી ઘૂસ્યા છે.

રીપબ્લિકન સેનેટર જેમ્સ લેન્ક ફોર્ડે પત્રકારોને કહ્યું હતું કે, વસાહતીઓનું પ્રમાણ હવે ઘટતું રહે છે. છેલ્લા ૩ સપ્તાહથી તો તે ઘટતું જ રહ્યું છે તેમ છતાં આગામી ૩ સપ્તાહ સુધી તો સરહદો બંધ રાખવામાં આવશે.

આ વિધેયકમાં સરહદી સલામતી માટે ૨૦.૨૩ અબજ ડૉલર ફાળવવામાં આવ્યા છે ઉપરાંત યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં ૬.૦૬ અબજ ડૉલર તથા ઇઝરાયેલને ૧૪.૧ અબજ ડૉલરની સહાય સમાવિષ્ટ છે. તથા ૨.૪૪ અબજ ડૉલર રાતા સમુદ્રના સંઘર્ષને દ્રષ્ટિમાં રાખી યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડને ફાળવવાની જોગવાઈ છે તથા ૪.૮૩ અબજ ડોલર ચીનના આક્રમણને અનુલક્ષીને ઇન્ડો- પેસિફિક વિસ્તાર માટે 'અલગ રીતે' પણ ફાળવવામાં આવ્યા છે. તેમ સેનેટની 'એપ્રોસિએશન કમિટી'ના ચેર-પર્સન પેટ્ટી મુરેએ પત્રકારોને જણાવ્યું હતું.

આ ઉપરાંત વધારાના ૧૦ બિલિયન ડૉલર્સ યુક્રેન, ગાઝા અને વેસ્ટબેન્કમાં માનવીય સહાય માટે ફાળવવામાં આવ્યા છે તેને યુનોની સહાય સંસ્થા યુએનઆર ડબલ્યુ સાથે સંબંધ નથી. આ રકમ તેથી અલગ રીતે ફાળવવામાં આવી છે.


Google NewsGoogle News