Get The App

અમેરિકાએ ભારતને પરત કરી 10 મિલિયન ડોલરની કિંમતની 1400 પ્રાચીન કલાકૃતિઓ, જાણો તેનો ઈતિહાસ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
અમેરિકાએ ભારતને પરત કરી 10 મિલિયન ડોલરની કિંમતની 1400 પ્રાચીન કલાકૃતિઓ, જાણો તેનો ઈતિહાસ 1 - image
Image Twitter 

US Returned over 1400 Looted Artefacts Worth 10 Million Dollar : અમેરિકાએ ભારતને $10 મિલિયનની કિંમતની 1,400થી વધુ લૂંટેલી કલાકૃતિઓ પરત કરી છે. યુએસ અધિકારીઓએ બુધવારે (13 નવેમ્બર 2024) કહ્યું કે, તેમણે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી ચોરાયેલી કલાકૃતિઓને પરત લાવવાની ચાલુ પહેલના ભાગરૂપે આ વસ્તુઓ ભારતને પરત કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા જ શાંતિ સ્થપાશે? સીઝફાયર માટે ડીલ થઈ રહી હોવાનો દાવો

ભારતને જે કલાકૃતિઓ મળી છે, તેમાં એ વસ્તુઓ પણ સામેલ છે, જે તાજેતરમાં સુધી ન્યુયોર્ક મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. પરત કરવામાં આવેલી વસ્તુઓમાં એક દિવ્ય નર્તકીની રેતીના પથ્થરની મૂર્તિનો પણ સમાવેશ થાય છે, જે મધ્ય ભારતમાંથી લંડનમાં દાણચોરી કરીને લાવવામાં આવી હતી. એ પછી તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની કાર્યાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગુનાહિત ટ્રાફિકિંગ નેટવર્કમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ વસ્તુઓ રિકવર કરવામાં આવી હતી. આમાં તસ્કરો સુભાષ કપૂર અને નેન્સી વીનરની ગેંગ પણ છે.

ભારતીય દૂતાવાસમાં સોંપવામાં આવી વસ્તુઓ

મેનહટન ડીએના કાર્યાલયના એક અખબારી નિવેદનમાં, હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સ ન્યૂયોર્કના સ્પેશિયલ એજન્ટ ઈનચાર્જ વિલિયમ એસ. વોકરે જણાવ્યું હતું કે, "આજે જે વસ્તુઓ પરત કરવામાં આવી છે, તો સૌથી કુખ્યાત ગુનેગારમાંથી એક દ્વારા  તસ્કરી કરાયેલી પ્રાચીન વસ્તુઓની બહુ-વર્ષીય, આંતરરાષ્ટ્રીય તપાસમાં બીજી મોટી જીત છે." મીડિયા અનુસાર બુધવારે ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં એક કાર્યક્રમમાં લૂંટાયેલી કલાકૃતિઓ ઔપચારિક રીતે ભારતને પરત સોંપવામાં આવી હતી.

જુલાઈમાં બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકાએ ભારતથી અમેરિકામાં પ્રાચીન વસ્તુઓની ગેરકાયદેસર દાણચોરીને રોકવા અને નિયંત્રિત કરવા માટે અગાઉ જુલાઈમાં "સાંસ્કૃતિક સંપત્તિ કરાર" પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય સંસ્કૃતિ મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન અને ભારતમાં યુએસ એમ્બેસેડર HE એરિક ગાર્સેટ્ટીએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓનો UKથી કેમ થયો મોહભંગ, યુનિવર્સિટી એડમિશનમાં 21 ટકાનો ઘટાડો

સપ્ટેમ્બરમાં 297 વસ્તુઓ પરત કરવામાં આવી હતી

અમેરિકાએ સપ્ટેમ્બરમાં ભારતમાંથી ચોરાયેલી અથવા દાણચોરી કરેલી 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી હતી. બુધવારે પરત કરવામાં આવેલી કલાકૃતિઓ અંગે વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે, "મોટાભાગની પ્રાચીન વસ્તુઓ પૂર્વ ભારતની ટેરાકોટા કલાકૃતિઓ છે, જ્યારે અન્ય પથ્થર, ધાતુ, લાકડા અને હાથીદાંતની બનેલી છે અને દેશના વિવિધ ભાગોની છે. 2016 થી અત્યાર સુધીમાં અમેરિકાથી ભારતમાં પરત કરાયેલી સાંસ્કૃતિક કલાકૃતિઓની કુલ સંખ્યા 578 થઈ છે. આ કોઈપણ દેશ દ્વારા ભારતને પરત કરવામાં આવેલી સાંસ્કૃતિક કલાકૃતિઓની સૌથી વધુ સંખ્યા છે.


Google NewsGoogle News