Get The App

ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં અમેરિકાએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, ખાસ ચિંતાવાળો દેશ ગણાવ્યો

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં અમેરિકાએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, ખાસ ચિંતાવાળો દેશ ગણાવ્યો 1 - image


USCIRF Report against India | અમેરિકાએ ફરી એકવાર ભારત સામે આક્ષેપબાજી કરી છે. આ વખતે ભારતમાં કથિત ઘટતી જતી ધાર્મિક સ્વતંત્રતા મામલે રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારના એક કમિશને નવો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં ભારતને ખાસ ચિંતાવાળા દેશ તરીકે નોમિનેટ કરવા આહ્વાન કરાયું છે. 7 પાનાનો આ દસ્તાવેજ વરિષ્ઠ નીતિ વિશ્લેષક સીમા હસને લખ્યો છે. 

રિપોર્ટમાં શું છે? 

આ રિપોર્ટમાં ભારત પર ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનો સામે હિંસક હુમલાઓને ઉશ્કેરવા માટે અફવાઓ ફેલાવવા અને તેનો ઉપયોગ કરવાનો દાવો કરાયો છે. રિપોર્ટમાં મુસ્લિમ, વકફ સુધારા બિલ, ગૌહત્યા વિરોધી કાયદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

USCIRF એ નિવેદન જાહેર કર્યું 

યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના વાર્ષિક અહેવાલમાં USCIRF એ પણ ભલામણ કરી છે કે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા ધાર્મિક સ્વતંત્રતાના સતત ગંભીર ઉલ્લંઘનમાં સંડોવણીને કારણે ભારતને ખાસ ચિંતાવાળા દેશ તરીકે નિયુક્ત કરવામાં આવે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા છે. આવા અહેવાલો અગાઉ પણ આવતા રહ્યા છે, જેની ભલામણોને અમેરિકાએ સ્વીકારવાનું ટાળ્યું છે.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

USCIRFએ કહ્યું, 'આ રિપોર્ટ 2024 દરમિયાન કથિત ગૌરક્ષકો દ્વારા લોકોની હત્યા કેવી રીતે કરવામાં આવી તેના પર પ્રકાશ પાડે છે. લોકો સાથે મારપીટ કરવામાં આવી અને તેમને ઢોર માર મારવામાં આવ્યો. ધાર્મિક નેતાઓની મનસ્વી રીતે ધરપકડ કરવામાં આવી હતી અને ઘરો અને પૂજા સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ ધાર્મિક સ્વતંત્રતાનું ગંભીર ઉલ્લંઘન છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અગાઉની મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારથી અત્યાર સુધી ભારતે તેની આંતરિક બાબતોમાં દખલગીરીનો હવાલો આપી  યુએસસીઆઈઆરએફના સભ્યોને દેશની મુલાકાત લેવા માટે વિઝા આપ્યા નથી.

ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં અમેરિકાએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, ખાસ ચિંતાવાળો દેશ ગણાવ્યો 2 - image



Google NewsGoogle News