Get The App

શાંતિ કરાર કરો, નહીંતર અમારે નથી કરવી મધ્યસ્થતા: રશિયા અને યુક્રેનને અમેરિકાનું અલ્ટીમેટમ

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
શાંતિ કરાર કરો, નહીંતર અમારે નથી કરવી મધ્યસ્થતા: રશિયા અને યુક્રેનને અમેરિકાનું અલ્ટીમેટમ 1 - image


USA Trump On Russia-Ukraine Peace Deal: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરી રહેલા અમેરિકાએ હવે કડક શબ્દોમાં બંને દેશોને ચીમકી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, જો યુદ્ધ  મુદ્દે સમાધાન નહીં થાય તો તેઓ પાછળ હટી જશે.

પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત સમયે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, જો શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટે વાતચીત કરવાના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે.

ઝડપથી નિર્ણય લો

રૂબિયોએ જણાવ્યું હતું કે, અમે આ શાંતિ કરારનો પ્રયાસ અઠવાડિયા, મહિના સુધી જારી નહીં રાખી શકીશું નહીં. આથી આપણે ઝડપથી નિર્ણય લેવાની જરૂર છે. હું થોડા જ દિવસોની વાત કરી રહ્યો છું. આગામી થોડા સપ્તાહમાં જ નિર્ણય લેવામાં આવશે તો અમે મધ્યસ્થી રહીશું. જો નિર્ણય નહીં લેવાય તો અમે બહાર નીકળી જઈશું. અમારે અન્ય પ્રાથમિકતાઓ પર પણ ધ્યાન આપવુ પડશે. રૂબિયોએ પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત બાદ આ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃ દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ

શું વચન નિભાવશે ટ્રમ્પ?

રૂબિયોએ જણાવ્યું કે, ટ્રમ્પ હજી પણ આ કરારમાં રૂચિ ધરાવે છે. પરંતુ તેમાં કોઈ સફળતા મળી રહી નથી. જેથી તેઓ પીછેહટ કરવા તૈયાર છે. નોંધનીય છે, ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન પોતાના પ્રમુખ બન્યાના 24 કલાકની અંદર યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું. પરંતુ હજી સુધી આ મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. અનેક પડકારો વધતાં તેમણે એપ્રિલથી મે સુધીમાં આ યુદ્ધમાં શાંતિ કરાર કરવાની ભલામણ કરી હતી.

રશિયા શાંતિ કરારમાં રોડા નાખી રહ્યું છે

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ રશિયા પર શાંતિ કરાર મંત્રણામાં રોડા નાખી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો. તેમજ ધમકી પણ આપી હતી કે, જો રશિયા સીઝફાયરના પ્રયાસોમાં રોડા નાખશે તો તેઓ રશિયન ક્રૂડ પર 25થી 50 ટકા ટેરિફ લાદશે. વધુમાં હાલમાં જ રશિયા દ્વારા યુક્રેનના સુમી શહેરમાં બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલાની પણ નિંદા કરી હતી. ટ્રમ્પે આ હુમલાને અયોગ્ય અને નિંદનીય પુરવાર કર્યો હતો. જેમાં 34 લોકો માર્યા ગયા હતાં. તેમજ 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

શાંતિ કરાર કરો, નહીંતર અમારે નથી કરવી મધ્યસ્થતા: રશિયા અને યુક્રેનને અમેરિકાનું અલ્ટીમેટમ 2 - image

Tags :