Get The App

US Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન, ટ્રમ્પ-હેરિસે મતદારોને કરી અપીલ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
US Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન, ટ્રમ્પ-હેરિસે મતદારોને કરી અપીલ 1 - image


US Presidential Election 2024 : અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. પૂર્વ રાષ્ટ્રપતિ/રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ/ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ટક્કર છે. જો બાઇડન દ્વારા નામ પરત લીધા બાદ કમલા હેરિસને ડેમોક્રેટના ઉમેદવાર બનાવાયા છે. કેટલાક સર્વે અનુસાર, બંને નેતાઓ વચ્ચે જબરદસ્ત લડાઈ છે.

દેશમાં અલગ-અલગ સમય પર સમાપ્ત થશે મતદાન

મતદાનનું સમાપન પણ અલગ અલગ સમય પર થશે. કેટલાક રાજ્ય, જેવા કે ઈન્ડિયાના અને કેન્ટકીમાં મતદાન સાંજે 6 વાગ્યા (અમેરિકન પૂર્વ સમયાનુસાર 11 વાગ્યે GMT) સુધીમાં સમાપ્ત થઈ જશે, જ્યારે હવાઈ અને અલાસ્કા જેવા પશ્ચિમ રાજ્યોમાં મતદાન રાત્રે 12 વાગ્યે (અમેરિકન પૂર્વ સમયાનુસાર 5 વાગ્યે GMT) સુધી ચાલુ રહેશે.

નિચલા સદન પ્રતિનિધિ સભાની પાંચ બેઠકો માટે કાંટાની ટક્કર

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની સાથે સાંસદ (કોંગ્રેસ)માં બહુમતિ માટે પણ કડક પ્રતિસ્પર્ધા છે. કોંગ્રેસ પર નિયંત્રણ માટે રિપબ્લિકન અને ડેમોક્રેટે સમગ્ર તાકાત લગાવી દીધી છે. પેનસિલવેનિયામાં અમેરિકાના નિચલા સદન પ્રતિનિધિ સભાની પાંચ બેઠકો માટે કાંટાની ટક્કર છે. સંકીર્ણ રીતે વિભાજિત સદન પર નિયંત્રણ માટે રાજ્યની આ બેઠકો મહત્ત્વની હશે. ડેમોક્રેટને નિયંત્રણ માટે ચાર બેઠકોની જરૂરિયાત છે.

ટ્રમ્પે લોકોને મતદાન માટે કરી અપીલ

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને વોટિંગ માટે અપીલ કરી છે. તેમણે X પર ચૂંટણી રેલીનો એક વીડિોય શેર કરતા લખ્યું કે, 'ઉત્તરી કૈરોલિના, પેનસિલ્વેનિયા અને મિશિગનમાં એક શાનદાર દિવસ રહ્યો. લોકોનો આભાર! હવે સમય છે બહાર નીકળીને મત આપવાનો, એટલા માટે સાથે મળીને આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવી શકીએ છીએ.'


ટ્રમ્પ હારશે તો આ અમેરિકાની છેલ્લી રાષ્ટ્રપતિ ચૂંટણી : એલન મસ્ક

હાલમાં જ ટેલ્સાના સીઈઓ એલન મસ્કે કહ્યું હતું કે, 'જો ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં હાર મળી તો અમેરિકાની આ છેલ્લી રાષ્ટ્રપતિ ચૂંટણી હશે. ડેમોક્રેકિટ પાર્ટીના શાસનમાં દેશમાં લોકતાંત્રિક સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે.'

કમલા હેરિસે મતદારોને કરી અપીલ

'દરવાજા ખટખટાવો, મતદારોને બોલાવો, દોસ્ત-પરિવાર સાથે આવો', મતદાન વચ્ચે કમલા હેરિસે મતદારોને અપીલ કરી છે કે 'મતાધિકારનો પ્રયોગ કરો. મતદાતા ભારે મતદાન કરે. આપણે મળીને એક અધ્યાય લખી રહ્યા છીએ.'




Google NewsGoogle News