Get The App

'માથામાં જ ગોળી મારીશું..' ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ પદના છે ઉમેદવાર

ધમકી આપનારને FBIએ પકડ્યો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
'માથામાં જ ગોળી મારીશું..' ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી 1 - image


US Vivek Ramaswamy Death Threat: ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અને આગામી વર્ષે 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સોમવારે આયોજિત ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ન્યૂ હેમ્પશાયરના એક વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો.

આરોપીની ધરપકડ કરાઈ 

આ મામલે 30 વર્ષીય ટાયલર એન્ડરસનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના વકીલે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. એફબીઆઈ એજન્ટે કોર્ટને જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના કર્મચારીઓને બે ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. એકમાં રામાસ્વામીને માથામાં ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી અને બીજામાં કાર્યક્રમમાં હાજર રહેલા દરેકને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 

FBIએ કરી કાર્યવાહી 

એફબીઆઈએ કહ્યું કે સેલફોન નંબર આરોપી વ્યક્તિ (ટાયલર એન્ડરસન)નો છે. એફબીઆઈ એજન્ટોએ શનિવારે તે વ્યક્તિના ઘરની તપાસ કરી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે આરોપીએ એફબીઆઈને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે અન્ય ઘણા ઓપરેશનમાં પણ આવા જ મેસેજ મોકલ્યા હતા.


Google NewsGoogle News