Get The App

ટ્રમ્પની પાર્ટીનો ચોતરફ દબદબો: અમેરિકાના પ્રમુખપદની સાથે સેનેટ, હાઉસ, ગર્વનરની ચૂંટણીમાં પણ આગેકૂચ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની પાર્ટીનો ચોતરફ દબદબો: અમેરિકાના પ્રમુખપદની સાથે સેનેટ, હાઉસ, ગર્વનરની ચૂંટણીમાં પણ આગેકૂચ 1 - image


US Election Result 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલુ છે. આ દરમિયાન અમેરિકન મીડિયા આઉટલેટ ફોક્સ ન્યૂઝે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની જીત જાહેર કરી છે. આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના સમર્થકોને સંબોધવા માટે પહોંચી ગયા હતા. ટ્રમ્પે સંબોધન દરમિયાન તમામનો આભાર માન્યો હતો અને કહ્યું કે, અમેરિકા ફરી એકવાર મહાન બનવા જઈ રહ્યું છે.

ટ્રમ્પે પાર કર્યો 270નો જાદુઈ આંકડો

ચૂંટણી પરિણામોની વાત કરીએ તો અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) 270નો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. કુલ 538 ઈલેક્ટોરલ કોલેજોમાંથી ટ્રમ્પે 292 અને કમલા હેરિસે (Kamala Harris) 224 ઈલેક્ટોરલ કોલેજ મેળવી લીધા છે. આ લખાય છે, ત્યાં સુધી હાલ મતગણતરી ચાલી રહી હોવાથી 22 ઈલેક્ટોરલ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. દેશમાં રાષ્ટ્રપ્રમુખ બનવા માટે કોઈ ઉમેદવારને 538 ઇલેક્ટોરલ વોટમાંથી ઓછામાં ઓછા 270 વોટની જરૂર હોય છે, જે પૂર્ણ બહુમત ગણવામાં આવે છે.

પ્રમુખપદની સાથે સેનેટ, હાઉસ, ગર્વનરની ચૂંટણીમાં પણ ટ્રમ્પની પાર્ટીનો દબદબો

જાદુઈ આંકડો પાર કર્યા બાદ રીપબ્લિકન પાર્ટી (Republican Party)ના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પનું પ્રમુખ બનવું નિશ્ચિત છે. આ સાથે પાર્ટીએ સેનેટ, હાઉસ અને ગર્વનરની ચૂંટણીમાં પણ દબદબો જોવા મળી રહ્યો છે. આ લખાય છે, ત્યાં સુધી સેનેટની ચૂંટણીમાં પણ ટ્રમ્પની પાર્ટીએ બહુમતિનો 50નો આંકડો પાર કરી 52 બેઠકો જીતી લીધી છે, જ્યારે ડેમોક્રેસી પાર્ટી 42 બેઠકો પર આગળ છે. 

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટી 201 બેઠકો પર અને કમલા હેરિસની પાર્ટી 183 બેઠકો પર આગળ છે. આ ચૂંટણી જીતવા માટે 218 બેઠકો જીતવી જરૂરી છે.

જ્યારે ગર્વનરની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટી 27 બેઠકો પર અને કમલા હેરિસની ડેમોક્રેટીક પાર્ટી (Democratic Party) 23 બેઠકો પર આગળ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે 132 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

ઉલ્લેખનીય છે કે એક વખત પ્રમુખ પદ છોડયા પછી ચાર વર્ષના ગાળા બાદ બીજી વખત પ્રમુખ પદે આપવાનો ટ્રમ્પે 132 વર્ષ જુનો રેકોર્ડની બરાબરી કરી છે. ટ્રમ્પે ભાષણ દરમિયાન ભાવુક બની 132 વર્ષ પહેલાના રેકોર્ડનો ઉલ્લેખ કહ્યું કે, ‘આજે આપણે એક ઈતિહાસ સર્જી દીધો છે.’

અમેરિકાના પ્રમુખપદના ઈતિહાસની વાત કરીએ તો, અત્યાર સુધીમાં માત્ર બે મહાનુભાવો ગ્રોવર ક્લેવલેન્ડ અને ડોનાલ્ડ ટ્રમ્પ બે વખત પ્રમુખ બની શક્યા છે. ગ્રોવર પ્રથમ વખત વર્ષ 1885માં અને બીજી વખત 1893માં પ્રમુખ બન્યા હતા, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2024માં તેમની ફરી જીત થતા તેઓ ફરી પ્રમુખપદ સંભાળશે.

જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મતદારોનો આભાર માન્યો

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 292 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાની જાહેરાત અમેરિકન મીડિયા દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે આ જીત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ નિવેદન જાહેર કરતાં તમામ અમેરિકન મતદારોનો આભાર માનતા કહ્યું કે, ‘હવે હું તમારા પરિવાર અને અમેરિકાના ભવિષ્ય માટે લડીશ.’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યાં બાદ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ સાથે સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના વિજયી ભાષણમાં તમામ મતદારોનો આભાર માનતાં કહ્યું કે, ‘આ ઈતિહાસની સૌથી મહાન રાજકીય ક્ષણ છે. આ મારો વિજય નથી પણ આ દરેક અમેરિકન નાગરિકોનો વિજય છે.’

ઈલોન મસ્કના છ મિનિટ સુધી વખાણ 

ફ્લોરિડા ખાતે સંબોધન કરતા ટ્રમ્પે પોતાની જીત માટે મહેનત કરનાર તમામ લોકો, પરિવાર, સેનેટર્સ અને અમેરિકાની જનતાનો આભાર માન્યો. ટ્રમ્પે તેમના ભાષણમાં છ મિનિટ સુધી ઈલોન મસ્કના પણ વખાણ કરતા કહ્યું કે તેમણે જોરદાર કેમ્પેઈન કર્યું. ઇલોનના સ્પેસ પ્રોજેક્ટ સ્ટાર લિંક અને રોકેટના ઓટોમેટિક લેન્ડિંગની પણ વાત કરી. ટ્રમ્પે કહ્યું 'ઈલોન મસ્ક સુપર જીનિયસ છે, આપણે આવા સુપર જીનિયસને સાચવવા જ જોઈએ'. 

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને આપ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં બુધવારે રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પની જીત સુનિશ્ચિત થતાં તેઓને અભિનંદનો આપ્યાં હતાં અને વિશ્વ શાંતિ, સ્થિરતા તથા વૈશ્વિક સમૃદ્ધિ વધારવા માટે સાથે મળી કામ કરવા વચન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરતા X પર મોકલેલા સંદેશામાં મોદીએ ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા. તેઓએ ટ્વિટ કરતાં લખ્યું કે, ‘મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ તમોને હાર્દિક અભિનંદનો... આપની ઐતિહાસિક જીત અંગે. જેમ આપે આપના ગત કાર્યકાળમાં સફળતાઓ મેળવી હતી તેવી સફળતાઓ આગળ વધારશો. હું ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક અને રણનીતિક ભાગીદારી વધુ મજબૂત કરવા માટે આપનો સહયોગ ફરી શરૂ કરવા ઉત્સુક છું. આવો આપણે સાથે મળી આપણા લોકોનાં હિત માટે તેમજ વૈશ્વિક શાંતિ, સ્થિરતા તથા સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરીએ.’

વડા પ્રધાન મોદીના આ સંદેશાના જવાબમાં ડૉનાલ્ડ ટ્રમ્પે લખ્યું : 'તમારા જેવો મિત્ર ક્યાં મળી શકશે ?'

અમેરિકાની ચૂંટણીના અન્ય સમાચારો વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો...

• US Election Results 2024 : અમેરિકામાં ટ્રમ્પની જીત, ગળાકાપ હરીફાઈ વચ્ચે કમલા હેરિસને હરાવ્યાં

• ટ્રમ્પની જીતથી ચીનને નુકસાન, ઇઝરાયલ બનશે વધુ શક્તિશાળી, જાણો કયા દેશને શું અસર થશે

• અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાવા બદલ હું ટ્રમ્પને અભિનંદન નહીં આપું, જાણો પુતિને આવુ કેમ કહ્યું

• ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર સચિન પાયલટનું મોટું નિવેદન, કહ્યું- ‘ભલે સરકાર કોઈપણ હોય, પરંતુ...’

• ટ્રમ્પને PM મોદીના અભિનંદન, પરંતુ અમેરિકા જવામાં ગુજરાતીઓને પડશે સૌથી મોટો ફટકો

• અમેરિકાના 7 સ્વિંગ સ્ટેટ્સમાં કમલા હેરિસના સૂપડાં સાફ, ડોનાલ્ડ ટ્રમ્પની ક્લિન સ્વીપ

• ટ્રમ્પની જીત સાથે 'ભારતના જમાઈ' બનશે અમેરિકાના ઉપ પ્રમુખ, જાણો કોણ છે જે.ડી. વેન્સ

• અમેરિકામાં ફરી 'ટ્રમ્પ', 19 ગોલ્ફ કોર્સ, રિયલ એસ્ટેટના કિંગ, જાણો કેટલા ધનિક છે 47માં રાષ્ટ્રપ્રમુખ

• ટ્રમ્પની ભવ્ય જીતનાં આ 6 મોટા કારણ, જેણે અપાવ્યો જીતનો તાજ, રિપબ્લિકન્સ ખુશ, ડેમોક્રેટ્સ હતાશ

• 'મારી જીત અમેરિકાની જીત...', 47માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું અમેરિકાના લોકોને પહેલું સંબોધન


Google NewsGoogle News