Get The App

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન ગણતંત્ર દિવસે ભારત નહીં આવે, ક્વાડની મહત્ત્વની બેઠક પણ મુલતવી

હવે ક્વાડની આ સમિટ 2024ના અંતમાં યોજવાની પણ દરખાસ્ત છે

પીએમ મોદીએ જો બાયડેનને ગણતંત્ર દિવસે ભારત આવવા આમત્રણ આપ્યું હતું

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન ગણતંત્ર દિવસે ભારત નહીં આવે, ક્વાડની મહત્ત્વની બેઠક પણ મુલતવી 1 - image


US President Joe Biden is not coming to India for Republic Day :અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન જાન્યુઆરી 2024માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેશે નહીં. ભારતે આવતા વર્ષે જાન્યુઆરીમાં ક્વોડ લીડર સમિટની યજમાનીના ભાગરૂપે રાષ્ટ્રપતિ બાયડનને ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ ક્વાડની મહત્ત્વની બેઠક પણ મુલતવી રાખવામાં આવી છે અને હવે આ સમિટ 2024ના અંતમાં યોજવાની પણ દરખાસ્ત છે.

બાયડેન ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ બની શકશે નહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન ગણતંત્ર દિવસના અવસર પર ભારત નથી આવી રહ્યા. તેમને ભારત સરકાર તરફથી આમંત્રણ મળ્યું હતું, પરંતુ હજુ સુધી તેમના આગમનની યોજના વિશે કોઈ માહિતી મળી નથી. આ સમગ્ર મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ આ વાત જણાવી છે. G-20 સમિટ દરમિયાન જ પીએમ નરેન્દ્ર મોદીએ જો બાયડેનને દ્વિપક્ષીય વાટાઘાટો માટે 26 જાન્યુઆરીએ ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. 

ક્વાડ સમિટ 2024ના અંતમાં યોજવાની દરખાસ્ત

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે ક્વાડ સમિટ 2024ના અંતમાં યોજવાની દરખાસ્ત છે. આ પહેલા સમિટ જાન્યુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં જાપાનના હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન જાહેરાત કરી હતી કે ભારત આગામી ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરશે. ક્વાડમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાનનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રદેશને સુનિશ્ચિત કરવાનો અને સમર્થન આપવાનો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન ગણતંત્ર દિવસે ભારત નહીં આવે, ક્વાડની મહત્ત્વની બેઠક પણ મુલતવી 2 - image


Google NewsGoogle News