ગાઝાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારીમાં આ દેશ, બાયડેનની ઈઝરાયલને ખાસ અપીલ

બાયડેને કહ્યું - દુનિયાના દરેક દેશની જેમ ઈઝરાયલને પણ આતંકી હુમલા વિરુદ્ધ જવાબ આપવાનો અધિકાર

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીતમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે અમેરિકા આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ગાઝાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારીમાં આ દેશ, બાયડેનની ઈઝરાયલને ખાસ અપીલ 1 - image

Israel vs Hamas War | ઈઝરાયલી સૈન્ય (Israel Army) અને હમાસ (Hamas) વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. હમાસ તરફથી અચાનક થયેલા હુમલાના જવાબમાં ઈઝરાયલ તરફથી પણ સતત એરસ્ટ્રાઈક અને હુમલા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને (US President Joe Biden) ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin netanyahu) સાથે વાતચીત કરી હતી. 

બાયડેને ટેલિફોનિક વાતચીત કરી 

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીતમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને કહ્યું કે અમેરિકા આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે છે. સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને આગ્રહ કર્યો કે એ સુનિશ્ચિત કરવામાં આવે કે ઈઝરાયલના હુમલાથી જાનહાનિ ઓછી થાય.  અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે ગાઝામાંથી સામાન્ય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકા ઈઝરાયલ અને ઈજિપ્ત સાથે ચર્ચા કરી રહ્યું છે. 

ઈઝરાયલને હુમલાનો જવાબ આપવાનો અધિકાર 

અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને કહ્યું કે ઈઝરાયલને હમાસના હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે. અમે ઈઝરાયલની પડખે. ઈઝરાયલમાં હમાસે એક હજારથી વધુ લોકોના જીવ લઈ લીધા. તેમાં 14 અમેરિકી નાગરિકો પણ માર્યા ગયા. આ આતંકવાદ છે પણ દુઃખની વાત એ છે કે યહૂદી લોકો માટે આ કોઈ નવી વાત નથી. ઘણા પરિવાર પોતાના શબની રાહ જોઈ રહ્યા છે. ઈઝરાયલમાં મોટાપાયે માનવાધિકારોનું ઉલ્લંઘન થયું છે. દુનિયાના દરેક દેશની જેમ ઈઝરાયલને પણ આતંકી હુમલા વિરુદ્ધ જવાબ આપવાનો અધિકાર છે. 



Google NewsGoogle News