બાલી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પડતા પડતા રહી ગયા, જુઓ Video
બાલી, તા. 16 નવેમ્બર 2022 બુધવાર
ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા જી 20 સંમેલનમાં સમગ્ર દુનિયાના મોટાભાગના નેતા સામેલ થઈ રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ પહોંચ્યા છે.
બુધવારે જી 20 સંમેલનના બીજા દિવસે તમામ વૈશ્વિક નેતાઓએ બાલીમાં મેન્ગ્રોવ જંગલનો પ્રવાસ કર્યો અને વૃક્ષારોપણ પણ કર્યુ. આ દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન જ્યારે બાઈડન જઈ રહ્યા હતા તો તેમની સાથે એવી ઘટના ઘટી જેમાં તેઓ પડતા-પડતા રહી ગયા. આને જોઈને ત્યાં હાજર તમામ લોકો અમુક ક્ષણ માટે ચિંતામાં મૂકાઈ ગયા હતા.
જી20 સંમેલનના બીજા દિવસે વૈશ્વિક નેતાઓએ બાલીમાં મેન્ગ્રોવ જંગલના પ્રવાસે જવાનુ હતુ. આ માટે બાઈડન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મોટા નેતા ત્યાં પહોંચ્યા. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને સીડીઓ ચઢતી વખતે ઠોકર વાગી. તેમનો પગ છેલ્લી સીડી પર લથડાયો. તેમની સાથે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોબો ચાલી રહ્યા હતા. તેમણે તાત્કાલિક બાઈડનનો હાથ પકડ્યો અને તેમને સંભાળી લીધા. જેથી તેઓ પડતા પડતા બચી ગયા.