'ભગવાન કહેશે તો જ રાષ્ટ્રપતિની રેસમાંથી હટીશ..', બાઇડેને તમામ અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
US President Joe Biden TV Debate : અમેરિકાના પ્રમુખ જો બાઇડેને સ્વીકાર્યું છે કે, ટીવી ડિબેટ પહેલા તેમની રાત થોડી ખરાબ રહી હતી. તેઓ બીમાર અને થાકેલા હતા. રાષ્ટ્રપતિની રેસમાં તેઓ તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચામાં હારી ગયા હતા. તેમજ તેમના કેટલાક મુદ્દાઓ પર મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. ટ્રમ્પે પણ કહ્યું હતું કે, "તે (બાઇડેને) પોતે શું બોલી રહ્યા છે, તે તેમને પોતાને જ ખબર નથી."
ટીવી ડિબેટ પછી પાર્ટીમાં બાઇડેનને બદલવાની માંગ ઉઠી હતી. એ પછી તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. 81 વર્ષીય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું, "5 નવેમ્બરની ચૂંટણીમાં જીતની રેસમાંથી તેને માત્ર ભગવાન જ રોકી શકે છે." આ વાત તેમણે એક ટીવી ઈન્ટરવ્યુમાં કરી હતી.
રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાની અપીલ
ગત 27 જૂને ટ્રમ્પ સાથેની ચર્ચામાં બાઇડેનનું પરફોર્મન્સ એટલું બરોબર નહોતું. જેના કારણે તેમની જ પાર્ટીના નેતાઓ તેમને પદ છોડવા માટે અપીલ કરવા લાગ્યા હતા. પક્ષના નેતાઓની અપીલ હતી કે, રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઇડેને પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ, અને તેમની જગ્યાએ પક્ષમાંથી કોઈ અન્ય કોઈને ઉમેદવારી સોપવી જોઈએ.
ટીવી ડિબેટમાં જો બાઇડેને શું કહ્યું?
ટીવી ડિબેટમાં બાઇડેને કહ્યું, "આ એક ખરાબ એપિસોડ હતો. કોઈ ગંભીર સ્થિતિ નહોતી. હું થાકેલો હતો." તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેમની પાર્ટીના ટોચના નેતૃત્વએ તેમને રાષ્ટ્રપતિ પદની રેસમાં રહેવા માટે કહ્યું છે.
જો બાઇડેને કહ્યું, "હું ખૂબ જ બીમાર હતો. મને કાઈ ગમતુ ન હતું. ડૉક્ટરો પણ મારી સાથે છે. ડૉક્ટરને પૂછ્યા પછી કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો છે, પરંતુ તેને કોવિડ નથી. તે સામાન્ય શરદી થઈ હતી જેના કારણે હું પરેશાન હતો. "
ભગવાન કહેશે તો જ રેસમાંથી બહાર નીકળી જઈશ: બાઇડેન
જો બાઇડેને કહ્યું કે, "ડેમોક્રેટિક પાર્ટીના કોઈપણ મોટા નેતાએ મને બહાર નીકળી જવાની વાત નથી કરી. તેમણે આગ્રહપૂર્વક કહ્યું છે કે, એ ત્યાર જ બહાર થશે, જ્યારે 'ઈશ્વર સર્વશક્તિમાન' મને આવું કરવા કહેશે. તેમજ જો સર્વશક્તિમાન ભગવાન નીચે આવે અને કહે કે, 'જો, રેસમાંથી બહાર નીકળો,' તો હું રેસમાંથી બહાર થઈ જાઈશ. ભગવાન નીચે આવતા નથી." જો કે, રાષ્ટ્રપતિ બાઇડેને તેમની માનસિક તંદુરસ્તી વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ આ પ્રશ્ન ટાળવાની કોશિશ કરી રહ્યા હતા.