Get The App

ઈમરાન ખાનની ઈચ્છા પૂરી થઈ, અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને પહેલી વખત પાકિસ્તાનના પીએમને પત્ર લખ્યો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ઈમરાન ખાનની ઈચ્છા પૂરી થઈ, અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને પહેલી વખત પાકિસ્તાનના પીએમને પત્ર લખ્યો 1 - image

US President Joe Biden Shehbaz Sharif : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના કાર્યકાળમાં પહેલી વખત પાકિસ્તાનના વડાપ્રધાનને પત્ર લખ્યો છે. 

પાકિસ્તાનમાં ચૂંટણી બાદ તાજેતરમાં જ શાહબાઝ શરીફ ફરી પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. બાઈડને તેમને પત્ર લખીને જણાવ્યુ છે કે, બંને દેશના લોકોની તેમજ દુનિયાના લોકોની સુરક્ષા  માટે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની ભાગીદારી મહત્વની છે .  અમેરિકા વર્તમાન સમયના ગંભીર વૈશ્વિક તેમજ પ્રાદેશિક પડકારોનો સામનો કરવા માટે પાકિસ્તાનની સાથે ઉભુ છે. 

બાઈડને વધુમાં કહ્યુ છે કે, સ્વાસ્થ્ય સુરક્ષા, આર્થિક વિકાસ તેમજ તમામને શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને કામ કરશે. અમેરિકા ગ્રીન કોલાબ્રેશનના માધ્યમથી ક્લાઈમેટ ચેન્જ માટે, ટકાઉ કૃષિ વિકાસ માટે, વોટર મેનેજમેન્ટ માટે, 2022માં આવેલા ભીષણ પૂરમાંથી બેઠા થવા માટેના પ્રયાસોમાં પાકિસ્તાનની સહાય કરવાનુ ચાલુ રાખશે. 

જાણકારોનુ માનવુ છે કે, બાઈડનના પત્રથી એવો સંદેશ પણ ગયો છે કે,  પાકિસ્તાનની તાજેતરની ચૂંટણીમાં ગોટાળા પછી પણ અમેરિકા પાકિસ્તાનની નવી સરકાર સાથે કામ કરવા તૈયાર છે. 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના પાછા ફર્યા બાદ અમેરિકાના મોટાભાગના નેતાઓ માટે પાકિસ્તાન હવે પ્રાથમિકતા રહ્યુ નથી પણ અમેરિકાની સેનાના અધિકારીઓ પાકિસ્તાન સાથે આતંકવાદ અને સુરક્ષાના મુદ્દાને આગળ ધરીને સબંધ ચાલુ રાખવાનો મત ધરાવે છે. 

બાઈડને પાકિસ્તાનના પીએમના પત્ર લખીને એક રીતે તો અગાઉના પીએમ ઈમરાન ખાનની ઈચ્છા પણ પૂરી કરી છે. કારણકે બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ એક વર્ષ સુધી ઈમરાન ખાન વડાપ્રધાન રહ્યા હતા પણ બાઈડને તેમની સાથે વાત નહોતી કરી અને ઈમરાન ખાને વિદેશી મીડિયાના ઈન્ટરવ્યૂમાં આ બાબતનો ઉલ્લેખ કરીને અફસોસ વ્યક્ત કર્યો હતો. 


Google NewsGoogle News