અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને મીટિંગ બાદ જિનપિંગને તાનાશાહ કહી દીધા, તો ચીન આપ્યો જડબાતોડ જવાબ

બાઈડને જિનપિંગને તાનાશાહ કહી દીધા, જેના પર હવે ચીન ભડક્યું

બંને વર્લ્ડ લીડર્સ વચ્ચે લગભગ ચાર કલાક સુધી વાતચીત ચાલી

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડને મીટિંગ બાદ જિનપિંગને તાનાશાહ કહી દીધા, તો ચીન આપ્યો જડબાતોડ જવાબ 1 - image

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશો વચ્ચે હવે તણાવ ઓછો કરવાના ઉદ્દેશ્યથી પહેલીવાર અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવાર બેઠક થઈ. બંને વર્લ્ડ લીડર્સ વચ્ચે લગભગ ચાર કલાક સુધી વાતચીત ચાલી હતી. પરંતુ આ બેઠક બાદ બાઈડને જિનપિંગને તાનાશાહ કહી દીધા, જેના પર હવે ચીન ભડક્યું છે.

બેઠક બાદ બાઈડને જિનપિંગને તાનાશાહ કહ્યા

બાઈડન અને જિનપિંગની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં જ્યારે બાઈડનને પૂછવામાં આવ્યું કે શું હજુ પણ તમે શી જિનપિંગને તાનાશાહ સમજો છો? તો તેના પર બાઈડને કહ્યું કે, તેઓ સાચે છે. બાઈડને કહ્યું હતું કે, તેઓ એક એવા દેશની આગેવાની કરી રહ્યા છે, જે કોમ્પુનિસ્ટ છે. આ સંદર્ભમાં તેઓ તાનાશાહ છે. ચીનની સરકારનું કામકાજ અમારી સરકારથી બિલકુલ અલગ છે.

બાઈડનના નિવેદન પર ભડક્યું ચીન

શી જિનપિંગને તાનાશાહ કહેવાના બાઈડનના નિવેદનને ચીને સંપૂર્ણ રીતે ખોટું ગણાવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, આ પ્રકારનું નિવેદન સંપૂર્ણ રીતે ખોટું છે, જે ખુબ જ ગેરજવાબદારીથી રાજકીય ઇરાદાથી આપવામાં આવ્યું છે. ચીન તેનો આકરો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે, હું એ જણાવવા માંગું છું કે એવા લોકો હંમેશા હોય છે, જે પોતાના ફાયદા માટે સંબંધોને ખરાબ કરવાના પ્રયત્નો કરતા રહે છે. તેઓ આ રીતે ચીન અને અમિરાકના સંબંધોને નષ્ટ કરવાના પ્રયત્નો કરતા રહે છે, પરંતુ તેઓ સફળ નહીં થાય. બંને દેશો વચ્ચે ખટરાગ વધારવા અને વિવાદ સર્જવાનો જે પણ પ્રયત્ન કરે છે, મને લાગે છે કે તે જાણે છે.

આ સૌથી નિર્ણાયક અને સફળ બેઠક રહીઃ બાઈડન

જણાવી દઈએ કે, બાઈડને જિનપિંગ સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, મેં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરી. મને લાગે છે કે, આ અમારા વચ્ચે અત્યાર સુધીની સૌથી વધુ નિર્ણાયક અને સફળ ચર્ચા હતી.

તાઈવાનના લોકતાંત્રિક મૂલ્યોનું પાલન કરવા ચીનને આગ્રહ : બાઈડન

બાઈડને શી જિનપિંગને કહ્યું હતું કે, અમે એક-બીજાને લાંબા સમયથી જાણીએ છીએ. હું આપણી વાતચીતને મહત્વ આપું છું કારણ કે મને લાગે છે કે, આ સર્વોપરી છે કે વગર કોઈ ગેરસમજથી તમે અને હું એક-બીજાને સ્પષ્ટ રીતે સમજીએ. બાઈડને ચીનના રાષ્ટ્રપતિને કહ્યું કે, તેઓ તાઈવાનના લોકતાંત્રિક મૂલ્યોનું પાલન કરે.

ચીની રાજ્ય મીડિયા શિન્હુઆના રિપોર્ટમાં શીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, તાઈવાન પર અમેરિકન વલણને US-ચીન સંબંધોનો સૌથી મહત્વનો અને ખતરનાક મુદ્દો ગણાવાયો છે. શીએ પોતાના અમેરિકન સમકક્ષને સ્પષ્ટ કર્યું કે, તાઈવાનનું શાંતિપૂર્ણ પુનર્મિલન ચીનની પ્રાથમિકતા છે. તેમણે એ પણ કહ્યું કે કઈ પરિસ્થિતિઓમાં હું બળપ્રયોગ માટે બાધ્ય હશે. ત્યારે, US પ્રેસિડેન્ટે શાંતિ અને સ્થિરતા બનાવી રાખવાની પ્રતિબદ્ધતાને દોહરાવી.

બંને દેશો વચ્ચે કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

બાઈડન અને જિનપિંગે સૈન ફ્રાન્સિસ્કોમાં એક-બીજા સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને લઈને યૂક્રેન યુદ્ધ, મિડલ ઈસ્ટ તણાવ, ઈન્ડો પેસિફિક અને અન્ય જરૂરી વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ.

બાઈડન અને જિનપિંગે મધ્ય પૂર્વ અને યૂક્રેનની સ્થિતિ પર પણ વાત કરી. આ સિવાય ઈરાનના મુદ્દા પર પણ વાત થઈ. બાઈડને કહ્યું કે, તેમણે શી જિનપિંગને ઈરાનની સાથે પોતાના પ્રભાવનો ઉપયોગ કરતા ઈરાનને એ કહેવા માટે કહ્યું કે, તેઓ મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલા નહીં કરે.

બેઠક દરમિયાન ચીન અમેરિકામાં ગેરકાયદે દવા વેપારમાં સામેલ કંપનીઓ સામે કાર્યવાહી કરવા પર સહમત થયું. બંને નેતા રક્ષા સચિવ લૉયડ ઑસ્ટિન અને તેમના ચીની સમકક્ષના નેતૃત્વમાં સૈન્યથી સૈન્ય સ્તરની વાતચીત ફરીથી શરૂ કરવા પર પણ સહમત થયા.


Google NewsGoogle News