Get The App

અમેરિકાની ચૂંટણીમાં કોની જીતથી ભારતને થશે ફાયદો? વિદેશ મંત્રી જયશંકરે આપી સ્પષ્ટતા

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
અમેરિકાની ચૂંટણીમાં કોની જીતથી ભારતને થશે ફાયદો? વિદેશ મંત્રી જયશંકરે આપી સ્પષ્ટતા 1 - image


USA Presidential Election: દુનિયાની આર્થિક મહાસત્તા ધરાવતા અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થવાનું છે. વિશ્વભરના લોકોની નજર તેના પર છે કે, અમેરિકાના નાગરિકો કોને વ્હાઈટ હાઉસની ચાવી સોંપે છે. ભારત માટે પણ આ અમેરિકાની ચૂંટણી અત્યંત મહત્ત્વની છે. જેની અસરો ભારત સાથેના વેપાર સંબંધો પર થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકરે અમેરિકાની ચૂંટણી અંગે નિવેદન આપ્યું છે કે, અમને વિશ્વાસ છે કે, અમેરિકામાં ચૂંટણીના ગમે-તે પરિણામો આવે, અમારા સંબંધો સતત આગળ વધતા રહેશે.

ભારતીય વિદેશ મંત્રીએ શું કહ્યું

આ પણ વાંચોઃ અમેરિકાના રાષ્ટ્રપતિને કેટલું વેતન મળે છે? સુવિધાઓ જાણીને આંખો પહોળી થઈ જશે

‘અમે છેલ્લા પાંચ રાષ્ટ્રપતિના કાર્યકાળમાં અમેરિકા સાથે અમારા સંબંધોમાં સતત પ્રગતિ જોઈ છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કાર્યકાળ પણ સામેલ છે. જેથી અમને વિશ્વાસ છે કે, અમેરિકાની ચૂંટણીમાં ગમે-તે નિર્ણય લેવાય, અમેરિકા સાથે અમારા સંબંધો સતત આગળ વધતા રહેશે.’

કેનેડા વિશે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વાંગ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે કેનેડા સાથે તણાવ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી કે, કેનેડાએ કોઈ વિશેષ માહિતી આપ્યા વિના જ ભારત પર આરોપોના પ્રહારો કર્યા હતા. કેનેડામાં ચરમપંથી તાકાતોએ રાજકીય સ્થાન લીધુ છે. કેનેડાના બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર હુમલાની નિંદા કરી ચિંતા દર્શાવી હતી. 

 અમેરિકાની ચૂંટણીમાં કોની જીતથી ભારતને થશે ફાયદો? વિદેશ મંત્રી જયશંકરે આપી સ્પષ્ટતા 2 - image


Google NewsGoogle News