Get The App

ટ્રમ્પ પર ફરી હુમલાનો પ્રયાસ! ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે 47 રાઇફલ મળી

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ પર ફરી હુમલાનો પ્રયાસ! ગૉલ્ફ ક્લબ નજીક ફાયરિંગ, ઘટના સ્થળે એકે 47 રાઇફલ મળી 1 - image


Firing in Florida : અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષિત છે. આ ઘટના પછી ખુદ ટ્રમ્પે પણ એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, ‘હું સુરક્ષિત અને સ્વસ્થ છું.’

ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા

રિપોર્ટ મુજબ આજે ફ્લોરિડામાં આવેલા ગૉલ્ફ ક્લબની બહાર બે અજાણ્યા લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળેથી એકે 47 પણ મળી આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે, હુમલાખોરોએ ગૉલ્ફ ક્લબ સામે બંદૂક તાકીને રાખી હતી. ઘટના અંગે પામ બીચ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ બંદૂકધારીઓથી 400થી 500 મીટર દૂર હતા. હાલ FBIએ આ ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. આ અંગે ટ્રમ્પની પ્રચાર ટીમે કહ્યું કે, ટ્રમ્પની નજીક ફાયરિંગની બનેલી ઘટનામાં તેઓ સુરક્ષિત છે, હાલ તેમને ઘટના અંગે કોઈ વધુ વિગતો આપી નથી.

આ પણ વાંચો : અબજપતિ સ્પેસ વોકર રેકોર્ડ બ્રેકિંગ મિશન પછી પૃથ્વી પર પાછા ફર્યા

ટ્રમ્પ પર 13 જુલાઈએ થયું હતું ફાયરિંગ

ઉલ્લેખનીય છે કે, આ ઘટના અગાઉ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બની હતી. તેઓ 13મી જુલાઈએ પેન્સિલવેલિયામાં સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી. હાલ આજની ઘટના અંગે એફબીઆઈ અને યુએસ સિક્રેટ સર્વિસે તપાસ શરુ કરી દીધી છે. ટ્રમ્પ સપ્તાહના અંતે વેસ્ટ કોસ્ટની સફરમાંથી ફ્લોરિડા પરત ફર્યા હતા. શુક્રવારે રાત્રે લાસ વેગાસમાં એક રેલી અને ઉટાહમાં ભંડોળ એકત્ર કરનારના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી.

કમલા હેરિસે નિવેદન આપ્યું હતું

ટ્રમ્પની નજીક થયેલા હુમલા અંગે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, મને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમની મિલકતની નજીક ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળ્યા છે. હું ખુશ છું કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બીજી તરફ વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે, ‘અમને એ જાણીને રાહત થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે.’

આ પણ વાંચો : ભારત-ચીન સાથેના સંબંધો અંગે માલદીવના વિદેશ મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘બંને દેશો અમારા દેશનું...’


Google NewsGoogle News