ભારત સાથે મિત્રતાની તરફેણ કરતા માઇક વૉલ્ટ્ઝને NSA બનાવશે ટ્રમ્પ, ચીનનું ટેન્શન વધી ગયું
Image: X |
Donald Trump: અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત નોંધાવી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે-ધીમે પોતાની ટીમ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. જેમાં તેઓએ માઇક વૉલ્ટ્ઝને પોતાના રાષ્ટ્રીય સલાહકાર બનાવ્યા છે.
અમેરિકન સેનેટમાં ઈન્ડિયા ફૉક્સના પ્રમુખ વૉલ્ટઝ અમેરિકાની મજબૂત ડિફેન્સ સ્ટ્રેટેજીની વકાલત કરે છે. તે દેશની સુરક્ષાને મજબૂત કરવાના ટ્રમ્પના દાવાની હિમાયત કરે છે. માઇક વૉલ્ટ્ઝ રશિયા-યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
માઇક વોલ્ટ્ઝે 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન કેપિટલ હિલમાં પોતાના ઐતિહાસિક ભાષણની વ્યવસ્થા કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે, સેનેટના ઈન્ડિયા કૉકસમાં કુલ 40 સભ્યો છે. તેની રચના 2004માં ન્યૂયોર્કના તત્કાલિન સેનેટર હિલેરી ક્લિન્ટન અને સેનેટર જ્હોન કૉર્નિન દ્વારા કરવામાં આવી હતી. આ સેનેટનું સૌથી મોટું કૉકસ છે.
આ પણ વાંચોઃ આશા પર ફરી વળશે પાણી! બે મૂળ ભારતીય નેતાઓના પત્તાં કાપવાની તૈયારીમાં ટ્રમ્પ
જણાવી દઈએ કે, વોલ્ટ્ઝ રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેન સરકારના અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને હટાવવાના નિર્ણયની આકરી ટીકા કરતા રહ્યાં છે. તેમની સંભવિત નિમણૂકથી અમેરિકાના ચીન પ્રત્યેના વલણમાં મોટો ફેરફાર થઈ શકે છે.
કોણ છે માઇક વોલ્ટ્ઝ?
50 વર્ષીય માઇક આર્મી નેશનલ ગાર્ડના નિવૃત્ત અધિકારી છે. તેઓ ત્રણ વખત સંસદમાં ફ્લોરિડાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તે હાઉસ આર્મ્ડ સર્વિસિઝ સબકમિટીના ચેરમેન રહી ચુક્યા છે. સાથે જ ગૃહની વિદેશ મામલાની સમિતિના પણ સભ્ય રહી ચુક્યા છે.
માઇક પાસે મિલિટ્રી વેટેરન તરીકે બહોળો અનુભવ છે. તેઓએ વર્જીનિયા મિલિટ્રી ઇન્સ્ટીટ્યૂટથી ગ્રેજ્યુએશન કર્યું છે અને ફ્લોરિડા ગાર્ડ સાથે જોડાતા પહેલાં ચાર વર્ષો સુધી સેનામાં સેવા આપી હતી. માઇક અફઘાનિસ્તાન, મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં યુદ્ધના મોરચા પર જઈ ચુક્યા છે. તે પેંટાગનમાં નીતિ સલાહકારના રૂપે પણ સેવા આપી ચુક્યા છે.
જાણવા મળી રહ્યું છે કે, ટ્રમ્પે 2016માં પોતાના પહેલાં કાર્યકાળમાં ચાર એનએસએ બદલ્યા હતાં. તેમાંથી પહેલાં એનએસએ તો ફક્ત 22 દિવસ જ પદ પર રહી શક્યા હતાં. લેફ્ટિનેન્ટ જનરલ એચ. આર. મેકમાસ્ટર અને જૉન બોલ્ટન સહિત બાકી સલાહકારોને ટ્રમ્પે અમુક નીતિગત મુદ્દા પર મતભેદોના કારણે હટાવી દીધા હતાં. ટ્રમ્પના છેલ્લા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઓબ્રાયન કોવિડ-19 મહામારી અને 6 જાન્યુઆરી 2021ના દિવસે કેપિટલ હિલ પર થયેલાં દંગા દરમિયાન આ પદ પર જળવાયેલા હતાં.
વળી, ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત પદ માટે એલિસ સ્ટેફેનિકની પસંદગી કરી છે. આ પહેલાં ટ્રમ્પે સુઝન ઉર્ફે સૂઝી વિલ્સને વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ નિયુક્ત કર્યાં છે. મળતી માહિતી મુજબ તે વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ બનનાર પહેલી મહિલા હશે. જાન્યુઆરીમાં સંભવિત શપથ ગ્રહણ પહેલાં વિલ્સની નિયુક્તિ ટ્રમ્પનો પહેલો સૌથી મોટો નિર્ણય છે.
ટૉમ હોમને બનાવ્યો હતો બોર્ડર ઝાર
ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટ (ICE)ના પૂર્વ પ્રમુખ ટૉમ હોમનને બોર્ડર ઝાર નિયુક્ત કર્યાં છે. આક્રામક બોર્ડર એનફોર્સમેન્ટના સમર્થક હોમન સેનેટ દક્ષિણી અને ઉત્તરી બંને સીમાઓની સાથે જ સમુદ્રી અને વિમાન સુરક્ષાની દેખરેખ કરશે. આ સિવાય તે દેશનિકાલનું કામ પણ જોશે.