Get The App

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની વાપસી: ખુરશી સંભાળતા કડક આદેશ આપવાની તૈયારી, એશિયાથી લઈને આરબ સુધી થશે અસર

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
Donald Trump


Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લેતાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા જો ઓર્ડર પાસે કરશે. જેની અસર દુનિયાભરમાં જોવા મળશે. જેમાં આરબ, યુરોપ અને એશિયા પણ આનાથી બાકાત રહેશે નહીં. કડકડતી ઠંડીને કારણે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ બંધ જગ્યાએ આયોજિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસમાં ચાર્જ સંભાળવા જઈ રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ દેશની ઇમિગ્રેશન નીતિઓમાં ફેરફાર કરવા, આશ્રય આપવાનું બંધ કરવા, દક્ષિણ સરહદ પર સૈનિકો મોકલવા અને જન્મ દ્વારા નાગરિકતા નાબૂદ કરવા માટે શ્રેણીબદ્ધ ઓર્ડર જારી કરવા માટે તૈયાર છે. 

ઇમિગ્રન્ટ સમુદાયોને કાર્યવાહીની આશંકા

જો કે, એ સ્પષ્ટ નથી થયું કે ટ્રમ્પ તેમના કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો અમલ કેવી રીતે કરશે. આમાં દેશમાં જન્મેલા તમામ લોકો માટે સ્વચાલિત નાગરિકતા સમાપ્ત કરવાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય ઓર્ડરને તાત્કાલિક કોર્ટમાં પડકારવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યારે ઇમિગ્રન્ટ સમુદાયોને કાર્યવાહીની આશંકા છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન અને રવિવારે શપથ ગ્રહણ પહેલાં એક રેલી દરમિયાન જે કડક કાર્યવાહીનું વચન આપ્યું હોવાને લઈને કાર્યવાહી કરવાની ઇમિગ્રન્ટ સમુદાયોને આશંકા વર્તાઈ રહી છે. 

'ફરી એક વખત આપનું સ્વાગત છે'

ગત વર્ષે સામાન્ય ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવીને ટ્રમ્પે શાનદાર વાપસી કરી હતી અને વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેનારા અમેરિકી ઈતિહાસમાં બીજા વ્યક્તિ બન્યા. આ પહેલા ટ્રમ્પ પરિવાર વ્હાઈટ હાઉસ પહોંચ્યા, જ્યાં  બાઈડનના પરિવારે રેડ કાર્પેટ પર તેમનું સ્વાગત કર્યું. આ પછી એકબીજાનું અભિવાદન અને ફોટો પડાવ્યા બાદ તેમણે ચા અને કોફી પીતા સમયે જરૂરી વાતચીત કરી. ટ્રમ્પ કારમાંથી ઉતરતા બાઈડને કહ્યું હતું કે, 'ફરી એક વખત આપનું સ્વાગત છે.'  અને બાઈડન ટ્રમ્પનો હાથ પકડીને અંદર લઈ ગયા. 

આ પણ વાંચો: USAમાં આજથી 'ટ્રમ્પ યુગ': બાઈબલ પર હાથ મૂકી લીધા શપથ, પહેલા જ દિવસે આપશે મોટા આદેશ

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પછી નેશનલ સ્ટેચ્યુરી હોલ ખાતે એક લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તેમના પરિવારો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, કેબિનેટ સભ્યો અને સંસદના સભ્યો સહિત 200 મહેમાનો હાજરી આપશે.


Google NewsGoogle News