Get The App

ઈઝરાયલ પર હુમલો કરવા કેમ બેબાકળું બન્યું ઈરાન? ભારતની પણ એડવાઇઝરી જાહેર, બાઈડેને આપી 'વોર્નિંગ'

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ પર હુમલો કરવા કેમ બેબાકળું બન્યું ઈરાન? ભારતની પણ એડવાઇઝરી જાહેર, બાઈડેને આપી 'વોર્નિંગ' 1 - image
Image: IANS

International News: ઈઝરાયેલ પર ઈરાન આગામી 48 કલાકમાં મોટો હુમલો કરી શકે છે. ઈઝરાયેલનો હાલ ઈરાન સાથે એવા સમયે ટકરાવ ચાલી રહ્યો છે જ્યારે તે ગાઝામાં હમાસ સાથે યુદ્ધ લડી રહ્યું છે. આ વચ્ચે અમેરિકન પ્રમુખ જો બાઈડેને ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું કે ઈઝરાયેલ પર હુમલો ન કરે. 

અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ

આ અંગ જ્યારે અમેરિકન પ્રમુખને ઈરાનના ઈરાદાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જો બાયડેને જણાવ્યું કે અમેરિકા ઈઝરાયેલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત બાઈડેને વધુમાં જણાવ્યું કે તેમને આશંકા છે કે હુમલો ટૂંક સમયમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે હુમલામાં સીરિયામાં ઈરાની કોન્સ્યુલેટની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈરાને આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું જેમાં તેનો એક સૈન્ય કમાન્ડર અને છ અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાન ઈઝરાયલ પર સીધો હુમલો કરે તેવી શક્યતા નથી. તે હુમલા કરવા માટે લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી જેવા સંગઠનોનો ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, 'અમે સંરક્ષણ અને હુમલા બંનેમાં ઈઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા છીએ.'

ઈઝરાયલ પર હુમલો કરવા કેમ બેબાકળું બન્યું ઈરાન? ભારતની પણ એડવાઇઝરી જાહેર, બાઈડેને આપી 'વોર્નિંગ' 2 - image

ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઝરી જાહેર કરી

ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયની એડવાઈઝરી મુજબ ભારતીયોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયલની મુસાફરી ટાળવા જણાવ્યું હતું. આ ઉપરાંત જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયલમાં રહે છે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. તેઓ સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખે.

ઈઝરાયલ પર હુમલો કરવા કેમ બેબાકળું બન્યું ઈરાન? ભારતની પણ એડવાઇઝરી જાહેર, બાઈડેને આપી 'વોર્નિંગ' 3 - image


Google NewsGoogle News