અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ, નેપાળી વિદ્યાર્થિનીની હત્યા કરવાનો લાગ્યો આરોપ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
Indian Origin Youth Arrested In America


Indian Origin Youth Arrested In America: અમેરિકાના ટેક્સાસમાં 21 વર્ષીય નેપાળી વિદ્યાર્થિની મુના પાંડેના મૃત્યુમાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય મૂળના 51 વર્ષીય બોબી સિંહ શાહની 28મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બોબી સિંહ શાહ પર 24મી ઓગસ્ટે લૂંટના પ્રયાસ દરમિયાન હ્યુસ્ટન કોમ્યુનિટી કોલેજની નર્સિંગની વિદ્યાર્થિની મુના પાંડેને  ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. 

અહેવાલો અનુસાર, ભારતીય મૂળના બોબી સિંહ શાહ પર મુના પાંડેને ગોળી મારવાનો આરોપ છે. જોકે, હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે શાહ અને પાંડે ઘટના પહેલા એકબીજાને ઓળખતા હતા કે નહીં. કોર્ટના રેકોર્ડ મુજબ, આરોપીઓએ બંદૂકની અણી પર મુના પાંડેના એપાર્ટમેન્ટમાં બળજબરીપૂર્વક પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. 

આ પણ વાંચો: રાહુલ ફરી ઉપડશે અમેરિકા, આ વખતે જાણો કઈ યુનિવર્સિટીની લેશે મુલાકાત, આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ


હત્યાના 2 દિવસ બાદ ખુલાસો

ઘટનાના બે દિવસ બાદ પોલીસને સીસીટીવી કેમેરાના આધારે જાણવા મળ્યું કે શનિવારે જ મુના પાંડેનું મોત થયું હતું. જેમાં આરોપી મૃતકના એપાર્ટમેન્ટમાંથી નીકળતો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા બાદ આરોપીએ મુના પાંડેનો મોબાઈલ ફોન ચોરી લીધો હતો. હ્યુસ્ટનનું નેપાળી એસોસિયેશન મુના પાંડેના પરિવારને યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવા માટે મુસાફરીની વ્યવસ્થા કરવામાં મદદ કરવા નેપાળના કોન્સ્યુલેટ સાથે કામ કરી રહ્યું છે. બીજી તરફ મુના પાંડેની હત્યાની તપાસ ચાલી રહી છે.

હ્યુસ્ટનના નેપાળી એસોસિયેશને શું કહ્યું?

હ્યુસ્ટનના નેપાળી એસોસિયેશનના દ્રોણ ગૌતમે જણાવ્યું હતું કે, 'મુના પાંડેની માતા ઘણા દિવસોથી તેમની પુત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી. માતાએ કહ્યું કે તેનો ફોન હંમેશા ઓનલાઈન રહેતો હતો. શનિવાર (24મી ઓગસ્ટ)ની રાત પછી ફોન ઓફલાઈન હતો. મુના પાંડેને લગભગ ત્રણ ગોળી વાગી હતી. આશા છે કે આ કેવી રીતે થયું તે તપાસમાં જાણવા મળશે.'

નેપાળ કોન્સ્યુલેટના સહયોગથી નેપાળી એસોસિયેશન મુના પાંડેની માતાને હ્યુસ્ટન લાવવા માટે હવાઈ મુસાફરીની વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યું છે.

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ, નેપાળી વિદ્યાર્થિનીની હત્યા કરવાનો લાગ્યો આરોપ 2 - image


Google NewsGoogle News