ગ્રીન કાર્ડની રાહ જોતાં ભારતીયો માટે ખુશખબર, હજારોને થશે ફાયદો, અમેરિકાએ ભર્યું આ મોટું પગલું

અમેરિકા (US) એ જાહેરાત કરી છે કે તે ગ્રીન કાર્ડની રાહ જોતાં લોકો સહિત અમુક નોન ઈમિગ્રન્ટ કેટેગરીને પાંચ વર્ષ માટે રોજગાર ઓથોરિટી કાર્ડ એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (Employment Authorization Documents) આપશે

એક નવા અભ્યાસ અનુસાર 10.5 લાખથી વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (Employment-based Green Card) માટે રાહ જોઈ રહ્યા છે

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ગ્રીન કાર્ડની રાહ જોતાં ભારતીયો માટે ખુશખબર, હજારોને થશે ફાયદો, અમેરિકાએ ભર્યું આ મોટું પગલું 1 - image

અમેરિકા (US) એ જાહેરાત કરી છે કે તે ગ્રીન કાર્ડની રાહ જોતાં લોકો સહિત અમુક નોન ઈમિગ્રન્ટ કેટેગરીને પાંચ વર્ષ માટે રોજગાર ઓથોરિટી કાર્ડ એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (Employment Authorization Documents) આપશે. આ એક એવું પગલું છે જેનાથી અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને ફાયદો થશે. 

USCISએ આપી માહિતી 

યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિઝ (US Citizenship and Immigration Services) (USCIS) એ કહ્યું કે તે અમુક નોન સિટીઝન માટે ઈનિશિયલ અન રિન્યૂઅલ એમ્પલોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ કે પછી ઈએડી (EAD)ની મહત્તમ કાયદેસરતાને 5 વર્ષ માટે વધારવાની તૈયારી કરી રહ્યું છે. 

અમેરિકાના આ પગલાંનો શું છે ઉદ્દેશ્ય? 

EADની મહત્તમ કાયદેસર મુદ્દતને 5 વર્ષ સુધી વધારવાનો ઉદ્દેશ્ય નવા ફોર્મ I-765, રોજગાર ઓથોરિટી માટે અરજીની સંખ્યાને ઘટાડવાનો છે જે સંબંધિત પ્રોસેસિંગ ટાઈમિંગ અને બેકલોગને ઘટાડવાના પ્રયાસોમાં મદદરૂપ થશે. જોકે એમ પણ કહેવાયું છે કે બિન નાગરિક એટલે કે નોન સિટીઝન રોજગાર ઓથોરિટી જળવાઈ રહેશે કે નહીં આ તેમની અંતનિર્હિત સ્થિતિ, પરિસ્થિતિઓ અને EAD ફાઈલિંગ કેટેગરી પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિને 5 વર્ષની મહત્તમ કાયદેસર મુદ્દત માટે સ્ટેટ્સ એપ્લિકેશનના પેન્ડિંગ એડજસ્ટમેન્ટના આધારે કેટેગરી હેઠળ ઈએડી મળ્યું હશે અને પછી એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન સસ્પેન્ડ કરાયું હોય તો તેમના સહાયક રોજગાર ઓથોરિટીને તેમના ઈએડી પર લિસ્ટેડ સમાપ્ત તારીખથી પહેલાં સમાપ્ત કરી શકાશે.

10.5 લાખથી વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે 

એક નવા અભ્યાસ અનુસાર 10.5 લાખથી વધુ ભારતીયો રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (Employment-based Green Card) માટે રાહ જોઈ રહ્યા છે અને તેમાંથી 4  લાખ અમેરિકાના કાયમી નિવાસના બહુપ્રતીક્ષિત કાનૂની દસ્તાવેજ મેળવતા પહેલાં મૃત્યુ પામી શકે છે. 

ગ્રીનકાર્ડ શું હોય છે? 

ગ્રીન કાર્ડ એક સત્તાવાર રીતે કાયમી રહેવાશીની ઓળખ કરાવતો (Permanent Resident Card) કાર્ડ છે. તે અમેરિકામાં અપ્રવાસીઓને પુરાવા તરીકે અપાય છે જે એક દસ્તાવેજ છે જે દર્શાવે છે કે કાર્ડધારકને અહીં કાયમી ધોરણે રહેવાનો એક વિશેષાધિકાર અપાયો છે.

ગ્રીન કાર્ડની રાહ જોતાં ભારતીયો માટે ખુશખબર, હજારોને થશે ફાયદો, અમેરિકાએ ભર્યું આ મોટું પગલું 2 - image


Google NewsGoogle News