Get The App

પાકિસ્તાનને મળતી સૈન્ય સહાયતા રોકવામાં આવે, 11 અમેરિકન સાંસદોએ કરી માંગ

અમેરિકન સુરક્ષા સહાયતાએ પાકિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘનને પ્રોત્સાહન આપ્યુ

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનને મળતી સૈન્ય સહાયતા રોકવામાં આવે, 11 અમેરિકન સાંસદોએ કરી માંગ 1 - image


વોશિંગ્ટન,તા.19.નવેમ્બર.2023
પાકિસ્તાનને મળતી સૈન્ય સહાયતા રોકવા માટે અમેરિકન કોંગ્રેસના 11 સાંસદોએ વિદેશ મંત્રી એન્ટની  બ્લિન્કનને પત્ર લખ્યો છે.

અમેરિકા દ્વારા અપાતી સહાય પર રોક લાગવાની માંગ 

સાંસદોનુ કહેવુ છે કે, પાકિસ્તાનમાં જ્યાં સુધી બંધારણીય વ્યવસ્થા લાગુ નથી થતી અને જ્યાં સુધી નિષ્પક્ષ રીતે ચૂંટણીઓ પૂર્ણ નથી થતી ત્યાં સુધી અમેરિકા દ્વારા અપાતી સહાય પર રોક લગાવવી જોઈએ.જે સાંસદોએ આ માંગ કરી છે તેમાં ભારત વિરોધી અને કટ્ટરવાદી સાંસદ તથા ઈમરાન ખાનની નિકટની મિત્ર ગણાતી સાંસદ ઈલ્હાના ઓમર પણ સામેલ છે. અમેરિકન સાંસદોએ કહ્યુ છે કે, અમેરિકન સુરક્ષા સહાયતાએ પાકિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘનને પ્રોત્સાહન આપ્યુ છે કે કેમ તે વાતનુ આકલન થવુ જોઈએ.ભવિષ્યમાં સુરક્ષા સહાયતા પૂરી પાડવામાં આ બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવે.

સાંસદોએ માંગ કરી આ માંગ 

સાથે સાથે સાંસદોએ માંગ કરી છે કે, પાકિસ્તાનમાં ધાર્મિક અપમાન માટેના કાયદામાં જે પણ બદલાવ થયા છે તેને પાછા લેવા માટે અમેરિકા દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવામાં આવે. નવા સુધારા બાદનો કાયદો પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના અત્યાચાર વધારશે તેવી અમને બીક છે. સાથે સાથે સાંસદોએ 16 ઓગસ્ટે સંખ્યાબંધ ચર્ચો પર થયેલા હુમલાનો અને ખ્રિસ્તિઓના ઘરોને આગ લગાવવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે.સાંસદોએ કહ્યુ છે કે, પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર યથાવત છે.



Google NewsGoogle News