Get The App

ટ્રમ્પના નિર્ણયથી ભડક્યું ઈરાન, ખામેનેઈએ ચેતવણી આપી કહ્યું- ‘જો તમે હુમલો કરશો તો...’

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પના નિર્ણયથી ભડક્યું ઈરાન, ખામેનેઈએ ચેતવણી આપી કહ્યું- ‘જો તમે હુમલો કરશો તો...’ 1 - image


America-Iran Controversy : ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei)એ અમેરિકાની ધમકીનો વિરોધ કરી કહ્યું કે, ‘જો અમેરિકા પોતાના નિર્ણયનો અમલમાં લાવશે તો ઈરાન પણ જવાબ આપશે. જો અમેરિકા અમારા દેશની સુરક્ષામાં અડચણો ઉભી કરશે, તો અમે પણ તેમની સુરક્ષામાં અડચણ ઉભી કરીશું.’ ખામેનેઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે વાતચીતના પ્રસ્તાવ પર કહ્યું કે, ‘અમેરિકા સાથે વાતચીત કરવી સમજદારી નથી, બુદ્ધિમાની પણ નથી અને સન્માનજનક બાબત પણ નથી.’

ગાઝા પર કબજો કરવાની વાતથી ભડક્યા ખામેનેઈ

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ગાઝા પર કબજો કરવાની અને ત્યાંના લોકોને અન્ય દેશમાં શિફ્ટ કરવાના પ્રસ્તાવ પર ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ (Israel PM Benjamin Netanyahu) સાથે તાજેતરમાં જ ચર્ચા કરી હતી. તેઓએ આ મુદ્દે ઈરાન સાથે પણ વાતચીત કરાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમના આ નિવેદન બાદ ખામેનેઈ ભડક્યા છે અને તેમણે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે.

આ પણ વાંચો : અમેરિકા ડિપોર્ટેશન પાછળ કરી રહ્યું છે જંગી ખર્ચ, જાણો એક ઘૂસણખોરને પાછો મોકલવા કેટલો ખર્ચ થાય છે

‘જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો...’

તેમણે સ્પષ્ટ કહ્યું કે, ‘જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈરાન પણ તેવી જ રીતે જવાબ આપશે. જો અમેરિકા પોતાની ધમકીઓ અમલમાં લાવશે, તો અમે પણ તેવું જ કરીશું.’ ટ્રમ્પે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈન લોકોને પડોશી અરબ દેશોમાં બળજબરીથી શિફ્ટ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, ત્યારે ખામેનેઈએ ટ્રમ્પના પ્રસ્તાવને ટાંકીને કહ્યું કે, ‘અમેરિકા કાગળ પર વિશ્વનો નકબો બનાવી રહ્યો છે, પરંતુ આ માત્ર કાગળ છે અને તેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.’

ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા હતા ?

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ આક્ષેપ કર્યો કે, અગાઉના કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વચનો આપ્યા હતા, જેમાં તેમણે પુરા કર્યા નથી. ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તેઓ ‘પ્રમાણિત પરમાણુ શાંતિ કરાર’ મુજબ ઈરાન સાથે કામ કરવા અને તેના પર વધુમાં વધુ દબાણ વધારવા ઈચ્છે છે. ટ્રમ્પે કહ્યું કે, મારો સંદેશ ઈરાન માટે છે. હું એક મોટી ડીલ કરવા માંગું છું, તે મુજબ તમે તમારી જીંદગીને આગળ વધારી શકો છો.’ ટ્રમ્પે અગાઉના કાર્યકાળમાં, એટલે કે વર્ષ 2018માં તેહરાનના 2015 પરમાણુ કરારમાંથી અમેરિકાને બહાર કાઢ્યું હતું અને પછી ઈરાનની અર્થવ્યવસ્થા પર ગંભીર પ્રતિબંધો લાદ્યા હતા.

આ પણ વાંચો : H-1B વિઝા અંગે મોટા સમાચાર: અરજીની તારીખનું એલાન, જાણો ફી અને અન્ય જરૂરી માહિતી


Google NewsGoogle News