આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર ઈરાન હુમલો કરી શકે છે, અમેરિકન અખબારનો દાવો
image : Twitter
Iran Israel War : ઈઝરાયલ અને તહેરાન વચ્ચે સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિમાં ગમે ત્યારે યુધ્ધનો ભડકો થવાની શક્યતાઓ છે.
તેમાં હવે અ્મેરિકાના એક અખબારે દાવો કર્યો છે કે, આગામી 48 કલાકમાં ઈઝરાયલ પર ઈરાન હુમલો કરી શકે છે. આ હુમલો ઈઝરાયલના દક્ષિણ અથવા ઉત્તર વિસ્તારમાં થશે.
આ અહેવાલમાં ઈરાનના નિર્ણય અંગે જાણકારી ધરાવતા એક વ્યક્તિના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, ઈરાનની સરકાર અને સેના વચ્ચે ઈઝરાયલ પર હુમલાની ચર્ચા થઈ છે અને આગામી બે દિવસમાં ઈરાન દ્વારા ઈઝરાયલને ટાર્ગેટ બનાવી શકાય છે પણ તેના પર કોઈ આખરી નિર્ણય હજી લેવાયો નથી.
ઈઝરાયલની સીરિયા સ્થિત કોન્સ્યુલેટ પર એર સ્ટ્રાઈક બાદ ઈરાન ધૂંધવાયેલુ છે અને ઈઝરાયલને વળતો જવાબ આપવાની ધમકી આપી ચુકયુ છે.
ઈઝરાયલમાં ડર ફેલાવવા માટે ઈરાનના ઈશારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ એકટ્વિ થઈ ગયા છે. જેમાં આગામી કલાકોમાં કેવી રીતે ઈરાન દ્વારા ઈઝરાયલના હાઈફા એરપોર્ટ પર અને દક્ષિણમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટ પર એટેક કરવામાં આવશે તેનુ ચિત્રણ કરતા વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે.
જોકે ઈરાનને એ પણ ડર છે કે, ઈઝરાયલ પાસે ઈરાન દ્વારા લોન્ચ કરાયેલી મિસાઈલો તોડી પાડવાની ક્ષમતા છે અને એવુ થયુ તો વળતા જવાબમાં ઈઝરાયલ ઈરાનના ઘણા સ્થળોને ટાર્ગેટ કરવાનુ પગલુ ભરી શકે છે.
આ પહેલા પમ ઈરાનની ધમકીના જવાબમાં ઈઝરાયલ કહી ચુકયુ છે કે, જો અમને કોઈ પણ દેશ નુકસાન પહોંચાડશે તો અમે એ દેશને વળતુ નુકાસન પહોંચાડીશું.