ટ્રમ્પનો નવો ફતવોઃ ગેરકાયદે પ્રવાસીઓને ગ્વાન્ટાનમોની જેલમાં આતંકીઓ સાથે રખાશે
US Illegal Immigrants: હવે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓને આતંકવાદીઓના સેલમાં રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ઉચ્ચ-અગ્રતા ધરાવતા ગુનાહિત એલિયન્સ'ને અટકાયતમાં લેવા માટે ગ્વાન્ટાનમો બે ખાતે 30,000 વ્યક્તિઓની સ્થળાંતર સુવિધા સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. જેથી ગેરકાયદે વસાહતીઓને અહીં કસ્ટડીમાં રાખી શકાય. ગ્વાન્ટાનમો બેમાં આ સુવિધાનો ઉપયોગ આતંકવાદીઓને રાખવા માટે કરાય છે. હવે ગુનાઇત રેકોર્ડ ધરાવતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પણ અહીં રાખવામાં આવશે.
ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા
ટ્રમ્પે બુધવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ સંરક્ષણ અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગોને આ સુવિધા તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો. મેમો મુજબ, તેમણે નેવલ સ્ટેશન ગ્વાન્ટાનમો ખાડી ખાતે 'ઉચ્ચ પ્રાથમિકતા અપરાધી એલિયન્સ'ને સમાવવા અને સંબંધિત અમલીકરણ જરૂરિયાતોને સંબોધવા માટે સ્થળાંતર ઓપરેશન કેન્દ્રના વિસ્તરણનો આદેશ આપ્યો હતો. જો કે મોટાભાગના લોકો તેના વિશે જાણતા પણ નથી.
ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સ ગ્વાન્ટાનમો મોકલ્યા પછી પરત ફરી શકશે નહીં
ટ્રમ્પે વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અમેરિકન લોકોને ધમકી આપનારા સૌથી ખતરનાક ગુનેગારો ગેરકાયદે એલિયન્સને પકડવા માટે અમારી પાસે ગ્વાન્ટાનમોમાં 30,000 બેડ છે. 'તેમાંના કેટલાક એટલા ખરાબ છે કે અમે તેમને પકડવા માટે તેમના ઘરેલુ દેશો પર વિશ્વાસ કરતા નથી, કારણ કે અમે તેમને ગ્વાન્ટાનમો મોકલવા જઈ રહ્યા છીએ.' આ અંગે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'આ પગલું ભરવાથી આપણી ક્ષમતા બમણી થઇ જશે. તેમજ આ જગ્યાથી બહાર નીકળવું મુશ્કેલ છે.'