ટ્રમ્પે તાલિબાનને આપી ભેટ, અમેરિકન નાગરિકને મુક્ત કરવા બદલ કરી મોટી જાહેરાત
Taliban Releases US Detainee : અમેરિકા તાલિબાન સાથે સંબંધો સુધારવાની દિશામાં આગળ વધ્યું છે. અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનીઓએ બે વર્ષથી કેદ અમેરિકન નાગરિકને ગત સપ્તાહે મુક્ત કર્યો છે, જેના બદલે ટ્રમ્પ સરકારે તાલિબાનને ભેટ આપી છે. અમેરિકન સરકારે જાહેરાત કરી છે કે, તાલિબાને અમેરિકન નાગરિકને મુક્ત કર્યા છે, તેથી અમે તેમના ત્રણ પ્રમુખ નેતાઓ સિરાજુદ્દીન હક્કાની, અબ્દુલ અજીજ હક્કાની, યાહ્યા હક્કાની પર જાહેર કરેલું ઈનામ હટાવી દીધું છે.
અફઘાન સરકારે અમેરિકન સરકારની જાહેરાતની પુષ્ટી કરી
અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે અમેરિકન સરકારની જાહેરાતની પુષ્ટી કરી છે અને કહ્યું કે, અમેરિકન સરકારે અમારા ત્રણ પ્રમુખ નેતાઓ પર લગાવેલું હજારો મિલિયન ડૉલર ઈનામ હટાવી દીધું છે. અમેરિકાના આદેશ બાદ ત્રણેય નેતાઓ પર ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ હક્કાની પર મુકવામાં આવેલ ઈનામ હટાવવાની જાહેરાત શનિવારે જ કરવામાં આવી હતી.
આ પણ જુઓ : VIDEO-દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ, 30 હેલિકોપ્ટર દ્વારા આગ ઓલવવાના પ્રયાસ
FBIની વેબસાઈટ પર હક્કાનીનું નામ યથાવત્
બીજીતરફ એવો મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે કે, અમેરિકન સરકારે હક્કાની પરનું ઈનામ હટાવવાની જાહેરાત કરી છે, જોકે FBIની વેબસાઈટ પર ઈનામની યાદીમાંથી હક્કાનીનું નામ હટાવાયું નથી. યાદીમાં કહેવાયું છે કે, હક્કાની ઉપર અફઘાનિસ્તાન સ્થિત અમેરિકન અને NATO સૈનિકો વિરુદ્ધ હુમલાની વ્યવસ્થા કરવામાં તેમજ તેમાં સામેલ થવાનો આરોપ છે.
અમેરિકન નાગરિક અફઘાન ફરવા ગયો ને તાલિબાને ધરપકડ કરી હતી
વાસ્તવમાં તાલિબાને ગુરુવારે (20 માર્ચ) બે વર્ષથી કેદ અમેરિકન નાગરિકને મુક્ત કર્યો હતો, ત્યારબાદ અમેરિકાએ આ જાહેરાત કરી છે. અમેરિકન વિદેશમંત્રી માર્કો રૂબિયોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, ‘અફઘાનિસ્તાને અમેરિકન નારિક જૉર્જ ગ્લીજમૈન બે વર્ષથી કેદ રાખ્યા હતા, જોકે હવે તેમને મુક્ત કરાયા છે.’ 65 વર્ષિય અમેરિકન નાગરિક અઢી વર્ષ પહેલા અફઘાનિસ્તાનના પ્રવાસે ગાય હતા, આ દરમિયાન તાલિબાને તેમની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : 'નેતન્યાહૂ જ ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન...' PMના નિર્ણય પર ભડક્યાં લોકો, મોટાપાયે દેખાવ