Get The App

મારી પણ હત્યા કરવાના પ્રયાસ થયા: ટ્રમ્પ પર હુમલા બાદ મસ્કે કહ્યું- આગામી સમય ખતરનાક

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
મારી પણ હત્યા કરવાના પ્રયાસ થયા: ટ્રમ્પ પર હુમલા બાદ મસ્કે કહ્યું- આગામી સમય ખતરનાક 1 - image


US Former President Donald Trump Firing News : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કર્યા બાદ અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આઠ મહિના પહેલા મારો બે વખત હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘આવનારો સમય ખતરનાક છે. મને બે લોકોએ જુદા જુદા સ્થળોએ મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હુમલાખોરને ટેક્સાસમાં ટેસ્લા હેડક્વાર્ટરમાં લગભગ 20 જ મિનિટમાં બંદૂક સાથે પકડી લેવામાં આવ્યો હતો.’

મસ્કે ટ્રમ્પનું કર્યું સમર્થન

બીજી તરફ મસ્કે (Elon Musk) અમેરિકાની ચૂંટણી (America Election)માં ડોનાલ્ડ ટ્રમ્પનું જાહેરમાં સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘આ હુમલા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સિક્રેટ સર્વિસ સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે, તેથી સિક્રેટ સર્વિસના વડાએ રાજીનામું આપી દેવું જોઈએ. 

ડોનાલ્ડ ટ્રમ્પ પર ભાષણ દરમિયાન ફાયરિંગ

સોશિયલ મીડિયા એક ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પને ડાબી બાજુુ માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. ત્યાર પછી અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટો તેમને તુરંત ત્યાંથી બહાર લઈ જઈ રહ્યા હતા. જો કે હાલ ટ્રમ્પ સુરક્ષિત છે છે. તેમની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગ કરાયું હતું કે અરાજકતા ફેલાવવાના હેતુથી, તે દિશામાં તપાસ થઈ રહી છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટોએ હુમલાખોરને ત્યાં જ ઠાર કરી દીધો હતો. 

એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી  

આ દરમિયાન ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરતા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરની ઉંમર 20 વર્ષ છે અને પેન્સિલવેનિયાનો જ રહેવાસી છે. ટ્રમ્પની રેલી પણ ત્યાં જ યોજાઈ હતી. સિક્રેટ સર્વિસે એક નિવેદન આપીને જણાવ્યું કે, હુમલાખોરને ઘટનાસ્થળ પર જ જવાબી કાર્યવાહીમાં ઠાર કરી દેવામાં આવ્યો છે. ગોળીબારની આ ઘટનામાં હુમલાખોર સિવાય એક અન્ય વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે અને બે અન્ય સામાન્ય નાગરિકને પણ ઈજા થઈ હતી. 

આ પણ વાંચો

• અમેરિકાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પ પર ગોળીબાર, માંડ માંડ જીવ બચ્યો, કાન પર ગોળી વાગી

 ડોનાલ્ડ ટ્રમ્પને 20 વર્ષના છોકરાએ ગોળી મારી... એફબીઆઈએ હુમલાખોરની ઓળખ જાહેર કરી

 શું ટ્રમ્પ પર જાણી જોઈને હુમલો થવા દેવાયો? રેલીમાં આવેલા લોકોના આરોપથી હડકંપ

 મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' હુમલા પછી ટ્રમ્પનું પહેલું નિવેદન

 મૂવ..મૂવ.. ટ્રમ્પ પર ગોળીબાર થતાં સિક્રેટ સર્વિસ એજન્ટ થયા એક્ટિવ, આખી ઘટના કેવી રીતે બની?

 જ્હોન કેનેડી, ઓબામાથી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી.. અમેરિકામાં નેતાઓ પર હુમલા થવાની લાંબી છે યાદી


Google NewsGoogle News