Get The App

અલાસ્કા પાસે ચીન-રશિયાના ફાઈટર જેટ દેખાતા હોબાળો, કેનેડા-અમેરિકાએ પણ આપ્યો આક્રમક જવાબ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
અલાસ્કા પાસે ચીન-રશિયાના ફાઈટર જેટ દેખાતા હોબાળો, કેનેડા-અમેરિકાએ પણ આપ્યો આક્રમક જવાબ 1 - image


US, Canada Intercept China, Russia Planes Near Alaska : બોમ્બથી સજ્જ ચીન અને રશિયાના ફાઈટર જેટે અમેરિકાના અલાસ્કા પાસે દેખાતા ભારે હોબાળો થયો છે. ઉત્તર અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે (NORD)એ દાવો કર્યો છે કે, તેણે અલાસ્કાના દરિયા કિનારે બંને દેશોના ફાઈટર જેટને જોયા છે. જોકે અમે તુરંત અમારા ફાઈટર પ્લેન મોકલી તેમને અટકાવી દીધા છે. એનઓઆરડીએ કહ્યું છે કે, અમે રશિયાના બે ટીયૂ-95 ફાઈટર પ્લેન અને ચીનના બે એચ-6 સૈન્ય વિમાનો અલાસ્કા એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશી કામ કરી રહ્યા હોવાની માહિતી મેળવી છે.

કેનેડા-અમેરિકાએ ચીન-રશિયાના ફાઈટર જેટને અટકાવ્યા

એનઓઆરડીએ કહ્યું કે, કેનેડા અને અમેરિકાના ફાઈટર પ્લેનોએ મળીને ચીન અને રશિયાના ચાર વિમાનો અટકાવ્યા છે. તેમના વિમાનોએ અમેરિકા અથવા કેનેડાના એરસ્પેસમાં પ્રવેશ કર્યો નથી, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં જ ઉડતા રહ્યા હતા. ધ હિલની રિપોર્ટ મુજબ કમાન્ડે કહ્યું કે, બંને દેશોના ફાઈટર જેટો કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા જોવા મળ્યા નથી. કમાન્ડે એમ પણ કહ્યું કે, અમે ઉત્તર અમેરિકાની નજીક દેખરેખ રાખવાનું ચાલુ રાખીશું.

આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં પ્રવેશતા તમામ વિમાનોએ ઓળખ આપવી જરૂરી

ઉત્તર અમેરિકન એરસ્પેસ ડિફેન્સના કમાન્ડે કહ્યું કે, ‘જો કોઈ એરક્રાફ્ટ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશે તો તેણે ફરજિયાત ઓળખ આપવી હોય છે. આ એક આંતરરાષ્ટ્રીય એરસ્પેસ છે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષાના હિતના કારણે તમામ વિમાનોએ ઓળખ આપવી ફરજીયાત છે.’ આ પહેલા કમાન્ડે મે મહિનામાં કહ્યું હતું કે, અમે અલાસ્કા એડીઆઈઝેટમાં ઉડી રહેલા ચાર રશિયન લશ્કરી વિમાનો અંગે માહિતી મેળવી રહ્યા છીએ. તે સમયે તેમણે કહ્યું હતું કે, આ પ્રવૃત્તિઓ નિયમીત થતી રહે છે અને તેનાથી કોઈપણ ખતરો દેખાતો નથી.


Google NewsGoogle News