Get The App

ઈતિહાસમાં ફક્ત બે વખત અમેરિકાની ચૂંટણીમાં 'ટાઈ' થયું, જાણો આવી સ્થિતિમાં ટ્રમ્પ જીતશે કે હેરિસ?

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
US Election


US Election Result 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. મત ગણતરી ચાલુ છે, હવે થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ થવા લાગશે. રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ કમલા હેરિસ વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ કરતાં આગળ જોવા મળ્યા છે. સામે કમલાની લીડ પણ વધી રહી છે. જો આ બંને વચ્ચે મુકાબલો ટાઈ થયો તો શું થશે? આવો જાણીએ...

અમેરિકાના ઈતિહાસમાં બે વખત જ 1800 અને 1824માં રાષ્ટ્રપતિની ચૂંટણી ટાઈ થઈ હતી. જો મુકાબલો ટાઈ થાય તો તેનો અંતિમ નિર્ણય અમેરિકાની સંસદના નીચલા સદન એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં થશે. જેમાં તમામ 50 રાજ્યોના 435 પ્રતિનિધિઓ મત આપે છે. જેમાં જે ઉમેદવારને 26 મત મળે છે. તે રાષ્ટ્રપતિ બને છે.

કોણ બનશે રાષ્ટ્રપતિ?

રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામોમાં કમલા હેરિસ 209 અને ટ્રમ્પ 230 બેઠકો પર લીડ ધરાવે છે. જો બંને વચ્ચે 269-269ની ટાઈ થઈ તો લોઅર હાઉસ કમલાને પસંદ કરશે. આ સાથે કમલા અમેરિકાની પ્રથમ મહિલા અને અશ્વેત મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે.

જીત માટે કેટલા મત જરૂરી?

અમેરિકામાં થઈ રહેલા વોટિંગમાં લોકો કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પને સીધો મત આપી રહ્યા નથી. તેના બદલે તેઓ મતદારોને પસંદ કરી રહ્યા છે. આ મતદારો બાદમાં રાષ્ટ્રપતિની પસંદગી કરશે. અમેરિકાના 50 રાજ્યોમાંથી 538 મતદારો ચૂંટાયા છે. તેઓ ઇલેક્ટોરલ કૉલેજ બનાવે છે. જે ઉમેદવાર 270 કે તેથી વધુ કોલેજ મેળવે છે તે રાષ્ટ્રપતિ બને છે.

અમેરિકાના ઈતિહાસમાં બે વખત ટાઈ

અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ અત્યારસુધી બે વખત ટાઈ રહ્યા છે. જેમાં ઈ.સ. 1800માં કોઈને બહુમતી મળી ન હતી. બાદમાં લોઅર હાઉસે થોમ જેફરસનને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. બે વખત સ્પર્ધા ટાઈ થઈ છે. 1800માં કોઈને બહુમતી મળી ન હતી. ત્યારબાદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે થોમસ જેફરસનને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતાં. એ જ રીતે, 1824 માં, જ્હોન ક્વિન્સી એડમ્સ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

ઈતિહાસમાં ફક્ત બે વખત અમેરિકાની ચૂંટણીમાં 'ટાઈ' થયું, જાણો આવી સ્થિતિમાં ટ્રમ્પ જીતશે કે હેરિસ? 2 - image


Google NewsGoogle News