અમેરિકાની ચૂંટણીમાં ખિસકોલીની હત્યા બની ચૂંટણીનો મુદ્દો, મસ્કે કહ્યું- ટ્રમ્પ આવશે, ખિસકોલીઓને બચાવશે
US Election: અમેરિકામાં તાજેતરમાં એક પાલતુ ખિસકોલીના મોતથી રાજકીય ચર્ચા ગરમાઈ છે. ન્યૂયોર્કના એક માણસની પાલતુ ખિસકોલી 'પીનટ', જે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ હતી. આ ખિસકોલીને અમેરિકી અધિકારીઓએ પકડી લીધી હતી અને મારી નાખી હતી. જેના કારણે હાલ વિવાદ ઉભો થયો છે.
શું છે મામલો?
તાજેતરમાં, અમેરિકન સરકારના કેટલાક અધિકારીઓ આ ખિસકોલીને તેમની સાથે લઈ ગયા અને તેને ઈચ્છા મૃત્યુ આપી દીધું. આ અંગે લોકોમાં ભારે નારાજગી છે અને લોકોએ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. આવી સ્થિતિમાં, દિગ્ગજ ઉદ્યોગપતિ એલોન મસ્કએ X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'સરકારે એક લાચાર ખિસકોલીનું અપહરણ કર્યું અને તેને મારી નાખી. સરકારે લોકોને અને તેમના પાલતું પ્રાણીઓને એકલા છોડી દેવા જોઈએ. ખિસકોલી પીનટની તસવીર શેર કરતી વખતે મસ્કે લખ્યું કે 'ડોનાલ્ડ ટ્રમ્પ ખિસકોલીને બચાવશે.'
ટ્રમ્પ સમર્થકોએ અભિયાનને સમર્થન આપ્યું
ટ્રમ્પ સમર્થકોએ મસ્કના નિવેદનને સમર્થન આપ્યું હતું અને ખિસકોલીના મૃત્યુને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. ઘણા ટ્રમ્પ સમર્થકોએ ખિસકોલી 'પીનટ' ના મૃત્યુ પર સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
પીનટના મૃત્યુ અંગે સરકારનું નિવેદન
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ કન્ઝર્વેશનએ જણાવ્યું હતું કે પીનટ હડકવાથી સંક્રમિત હોવાથી તેને મારી નાખવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે પીનટને પકડવા પાછળનું કારણ જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનું હતું.
પીનટના માલિકનું કહેવું છે કે આ કાર્યવાહી બિનજરૂરી હતી અને તે એક નિર્દોષ પ્રાણીને મારવા સમાન છે. તેણે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો અને તેના સમર્થનમાં એક અભિયાન ચલાવ્યું.
🇺🇸 PEANUT THE SQUIRREL ARRESTED IN NYC!?
— Mario Nawfal (@MarioNawfal) November 1, 2024
New York wildlife officers raided Mark Longo's home, seizing his rescue squirrel Peanut after complaints about "unsafe squirrel housing" and "wildlife gone wild" hit the department.
Peanut is an internet sensation known for donning… pic.twitter.com/HEPB6VKuYC
ચૂંટણીમાં ખિસકોલીનો મુદ્દો કેવી રીતે ચર્ચાનું કેન્દ્ર બન્યો
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવતા જ પીનટના મોતના મામલામાં નવો વળાંક આવ્યો છે. આ મુદ્દે ટ્રમ્પ સમર્થકોએ આ મામલાને વધુ સરકારી હસ્તક્ષેપ અને સ્વતંત્રતાના ઉલ્લંઘનનું પ્રતીક બનાવ્યું છે. ટ્રમ્પ સમર્થકોનું માનવું છે કે આ સરકારની તાનાશાહી દર્શાવે છે અને જો ટ્રમ્પ સત્તામાં આવશે તો આવી ઘટનાઓને રોકશે.