Get The App

ટ્રમ્પની ભવ્ય જીતનાં આ 6 મોટા કારણ, જેણે અપાવ્યો જીતનો તાજ, રિપબ્લિકન્સ ખુશ, ડેમોક્રેટ્સ હતાશ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પની ભવ્ય જીતનાં આ 6 મોટા કારણ, જેણે અપાવ્યો જીતનો તાજ, રિપબ્લિકન્સ ખુશ, ડેમોક્રેટ્સ હતાશ 1 - image


US Election Results 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત ઐતિહાસિક છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો સીધો મુકાબલો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હેરિસ સાથે હતો. અમેરિકાના ચૂંટણી ઈતિહાસમાં 130 વર્ષમાં પહેલીવાર થયું છે કે, પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જે ગત ચૂંટણી હારી ગયા હોય તે ફરી રાષ્ટ્ર પ્રમુખ બની રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતના અમુક મુખ્ય કારણ છે, જે અત્યાર સુધીના સર્વે અને લોકોના અભિપ્રાયમાંથી સામે આવ્યા છે. 

1. અર્થવ્યવસ્થા

રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી દેશની અર્થવ્યવસ્થાના લોકોએ એક મુખ્ય મુદ્દો જણાવ્યો. ઘણાં લોકોને સ્પષ્ટ લાગતું હતું કે, જો બાઇડેનના કાર્યકાળમાં અર્થવ્યવસ્થામાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતાં. નોંધનીય છે કે, 2020માં ટ્રમ્પના ગયા બાદ અને જો બાઇડેનના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદથી દેશને કોરોના માહામારીનો સામનો કરવો પડ્યો. એવામાં આ મહામારીએ આખી દુનિયાને પ્રભાવિત કર્યું હતું. આ દરમિયાન અમેરિકામાં પણ ઉચ્ચ સ્વાસ્થ્ય વ્યવસ્થા છતાં 3.5 લાખથી વધારે લોકોની મોત થઈ ગઈ હતી. આ દરમિયાન પણ લોકોનો બાઇડેન પર રોષે ભરાયા હતાં. આ દરમિયાન જે પ્રકારે અર્થવ્યવસ્થા નીચે પડી હતી તેને ઉપર આવવામાં પણ સમય લાગ્યો. જોકે, અમેરિકાની અર્થવ્યવસ્થામાં વધારે નુકસાન જોવા મળ્યું નહતું અને આજે પણ અમેરિકાની અર્થ વ્યવસ્થા દુનિયાની નંબર વન અર્થવ્યવસ્થા છે. ટ્રમ્પે પોતાના ભાષણોમાં અર્થવ્યવસ્થાનો મુદ્દો જોરદાર ઉઠાવ્યો અને જણાવ્યું કે, પોતાના કાર્યકાળમાં અમેરિકાની અર્થવ્યવસ્થા દુનિયામાં કેવી રીતે મજબૂત સ્થિતિમાં હતી.

આ પણ વાંચોઃ 'મારી જીત અમેરિકાની જીત...', 47માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનું અમેરિકાના લોકોને પહેલું સંબોધન

2. મોંઘવારી

અમેરિકામાં ટ્રમ્પના શાસન બાદ સત્તામાં આવ્યા બાદ જો બાઇડનને મોંઘવારીની સમસ્યાએ સૌથી વધારે પરેશાન કરી. ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થતાં લોકો પરેશાન હતાં. આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં ફેબ્રુઆરી 2021થી મોંઘવાી આ વર્ષે ઓછી રહી, પરંતુ બાઇડેનના કાર્યકાળ દરમિયાન મોંઘવારીનો આંકડો ઉપર જ જતો રહ્યો. નોંધનીય છે કે, ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારીને મૂકીને બાકીના મામલે અર્થવ્યવસ્થામાં કોઈ ખાસ સમસ્યા જોવા નહતી મળી.

અમેરિકામાં 1970 થી વર્તમાનમાં સૌથી વધારે મોંઘવારી છે. આ તે મુદ્દો છે જે દરેક અમેરિકનને અસર કરે છે. આ વખતે રિપબ્લિકન ઉમેદવારે સતત આ મુદ્દાને જનતાને વચ્ચે લાવ્યા. તેઓએ ઘણાં મંચ પરથી કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષ અને મારા કાર્યકાળની તુલના કરી લો કયો સમય સૌથી વધારે સારો હતો?

3. બાઇડેનની ઉંમર અને નીતિ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખના પદ માટે ચૂંટણીમાં રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેન પહેલાં પોતે રેસમાં આવ્યા હતાં. પાર્ટી તરફથી તેમના નામે સાથે ચૂંટણીમાં ઝંપલાવવું લગભગ નક્કી હતું. પરંતુ, આશરે અડધા ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીને સમજ પડી કે, જો બાઇડેનની ઉંમર તેમના કામ પર અસર કરી રહી છે. બાઇડેન પહેલી પ્રેઝિડેન્શિયલ ડિબેટમાં આર્કામક દેખાતા ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઘણાં ફિક્કા જોવા મળ્યા હતાં. ત્યારબાદ તેઓએ પાર્ટીની અંદર જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટીમાં સતત વિરોધ અને પાર્ટી માટે ફંડની કમીના કારણે છેલ્લે બાઇડેનને ચૂંટણીમાંથી દૂર થવું પડ્યું.

આ પણ વાંચોઃ કમલાને ભારે પડ્યાં મુસ્લિમો, ઈઝરાયલ સાથે છે કનેક્શન! બાઈડેન સરકારની નિષ્ક્રિયતા નડી

4. કમલા હેરિસનું મોડા મેદાનમાં આવવું

જો બાઇડેનના ચૂંટણીમાંથી પાછળ હટ્યા બાદ કમલા હેરિસને પાર્ટીએ પોતાના ઉમેદવાર બનાવ્યા. જો બાઇડેને જ કમલાના નામને આગળ વધાર્યું હતું. કમલા હેરિસે પોતાના તરફથી સંપૂર્ણ પ્રયાસ કર્યાં અને તેમના આ્યા બાદથી ચૂંટણી સર્વેમાં તેમની અસર પણ ઘણી જોવા મળી હતી. જે સર્વેક્ષણ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ તરફ ઝૂકેલું હતું તે બદલાવવા લાગ્યું અને મુકાબલો રસાકસીનો થઈ ગયો. તમામ પોલ્સમાં બંને નેતાઓ વચ્ચે રસાકસીના જંગની વાત થવા લાગી. એટલું જ નહીં કમલા હેરિસને જીત અપાવતા ઘણાં સર્વે રિઝલ્ટ પણ સામે આવ્યાં. પરંતુ, જુલાઈમાં રાષ્ટ્ર પ્રમુખના ઉમેદવાર બન્યા બાદ કમલા હેરિસ માટે આ ખૂબ જ મોટું કામ હતું. તમામ રાજ્યોમાં જઈને લોકોને જણાવવામાં આવ્યું કે તે કેવી રીતે શ્રેષ્ઠ રાષ્ટ્ર પ્રમુખ સાબિત થઈ શકે છે. સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, એકાદ રેલીમાં તેમને કહેવું પડ્યું કે, તમામ લોકોને મારા વિશે વધારે જાણ પણ નહીં હોય.

5. ગેરકાયદેસર ઇમિગ્રેશન

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનનો મુદ્દો આ ચૂંટણીમાં લોકોમાં ભાવનાત્મક મુદ્દો બની ગયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો હતો. તેઓએ બાઇડેનના વહીવટીતંત્ર પર ઢીલા હોવાનો અને લોકોને મદદ કરવાના નામે દેશના પૈસા વિદેશમાં વેડફવાનો આરોપ લગાવ્યો હતો. વિદેશથી સતત ગેરકાયદેસર આવતા લોકોનો મુદ્દો અને પરિણામે બદલાતી વસ્તી સંખ્યાઘણાં રાજ્યોમાં લોકો માટે ચિંતાનું કારણ બની ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સરકાર દરમિયાન જે રીતે આ મુદ્દે કડક વલણ અપનાવ્યું તે લોકોને પસંદ આવ્યું, જ્યારે ટ્રમ્પે બાઇડેન પર આ મુદ્દે ઢીલું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો. લોકોએ ચૂંટણીમાં આ મુદ્દે ટ્રમ્પને સમર્થન આપ્યું હતું.

6. વિદેશ નીતિ

ચૂંટણી પ્રચાર દરમિયાન, ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકન ઉમેદવારોએ ડેમોક્રેટ્સની વર્તમાન સરકાર એટલે કે જો બાઇડેન પર વિદેશ નીતિમાં યોગ્ય નીતિ ન અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સરકારમાં કમલા હેરિસ ઉપરાષ્ટ્ર પ્રમુખ હતાં. આવી સ્થિતિમાં ટ્રમ્પે જ્યારે પણ રેલીમાં પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે કમલા હેરિસ તેમાં ફસાયેલા જોવા મળ્યા હતાં. કમલા હેરિસને ચૂંટણી પ્રચારના છેલ્લા રાઉન્ડમાં કહેવું પડ્યું હતું કે, તે બાઇડેન વહીવટીતંત્રથી અલગ નીતિ પર કામ કરશે. તે પોતાની સરકારની અલગ નીતિ બનાવશે. ટ્રમ્પે બાઇડેન સરકાર પર બળજબરીથી વિદેશી ખર્ચ ઉઠાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેનાથી દેશની આર્થિક સ્થિતિ પર દબાણ આવ્યું છે. તેમણે ઉદાહરણ તરીકે યુક્રેનનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.




Google NewsGoogle News